Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સિરીયા ઉપર લશ્કરી હુમલાઓ શરૂઃ ફ્રાંસ - બ્રિટન પણ જોડાયા

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતઃ સિરીયાની રાજધાનીમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયો

વોશિંગટન તા. ૧૪ : અમેરિકાએ સીરિયા સામે યુદ્ઘની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયા સામે યુદ્ઘ શરૂ કરી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાંસ પણ સામેલ છે. અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્રારા હાલમાંજ કરાયેલ રાસાયણિક હથિયાર અત્યાચાર સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બ્રિટન અને ફ્રાંસના સહયોગ અને સહમતિના આધારે અમેરિકાએ સીરિયા પર હુમલા કર્યા છે અને સૈન્ય કાર્યવાહી પણ ચાલુ છે. આગળ તેમણે કહ્યું કે આ હુમલો સીરિયાના રાષ્ટ્રપતિ અસદને રાસાયણિક હથિયારોના વપરાશને રોકવા માટે રશિયાની નિષ્ફળતાનું 'પ્રત્યક્ષ પરિણામ' છે.

જયારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જયારે આ જાહેરાત કરી ત્યારે સીરિયાની રાજધાનીમાં ભયંકર વિસ્ફોટ સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં. આ સાત વર્ષ જુની લડાઇમાં નવો અધ્યાય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે થોડા સમય પહેલા મે સંયુકત રાજયના સશસ્ત્ર દળોને સીરિયાના તાનાશાહ બશર અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતા સાથે જોડાયેલ ટારગેટ પક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સંયુકત અભિયાન છે જે જારી છે. હું તે માટે બંન્નેનો આભારી છું.

(10:30 am IST)