Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

2019માં સપા અને બસપાનો સાથ મેળવવા કોંગ્રેસે ગઢબંધન ધર્મનું પાલન કરવું પડશે :અખિલેશ યાદવ

પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કોઇ સલાહ મંત્રણા કરી નથી : ચૂંટણી લડવાનો નિર્ણય એકતરફી હતો.

 

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં બસપા સમર્થન થકી સપાને મળેલી જીતથી પાર્ટી નેતાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, 2019માં સપા - બસપાનું ગઠબંધન યથાવત્ત રહેશે. અખિલેશે કહ્યું કે, 2019માં કોંગ્રેસની સાથે આવવા માંગે છે તો તેને ગઠબંધન ધર્મનું પાલન કરવું પડશે

  અખિલેશ યાદવે કહ્યું કે, ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે અમારી સાથે કોઇ સલાહ મંત્રણા નથી કરી. કોંગ્રેસની ચૂંટણી લડવાનો નિર્ણય એકતરફી હતો. અખિલેશે સ્પષ્ટ રીતે કહ્યું કે, કોંગ્રેસ 2019માં ગઠબંધનનો હિસ્સો બનવા માંગે છે, તો તેને ગઠબંધન ધર્મનું પાલન પણ કરવું જોઇએ.
 
તેમણે કહ્યું કે, કોંગ્રેસની સાથે અમારૂ ગઠબંધન 2017ની જેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017 યૂપી વિધાનસભા ચૂંટણી દરમિયાન સપા અને કોંગ્રેસ ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતા તેનાં પરિણામો સપા - કોંગ્રેસ ગઠબંધનની વિરુદ્ધ આવ્યા હતા. સપા 225 સીટોથી ઘટીને 47 સીટોમાં સમેટાઇ ગઇ હતી

યુપીની ફુલપુર અને ગોરખપુર લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપને પરાજય આપવા માટે બસપાએ સપાને સમર્થન કર્યું. તેનું પરિણામ રહ્યું કે ભાજપનાં 27 વર્ષ જુનો કિલ્લો ગોરખપુર ધ્વસ્ત થઇ ગયું. સપા - બસપા  ઉમેદવારને સમર્થન કર્યું, પરંતું તેઓ જીતી શક્યા નહોતા. ત્યાર બાદ વિધાનસભા પરિષદની ચૂંટણીમાં પણ સપા - બસપા ઉમેદવારનું સમર્થન કરી રહ્યા છે. 

(12:00 am IST)