Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રશિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીમાં ? :સરકારી ટીવી ચેનલે આપ્યો યુદ્ધની આશંકાનો સંકેત

દેશની જનતાને બંકરોમાં લઇ જવા માટે ખાવા-પીવાનો સામાન એકત્ર કરવાની સલાહ આપી

 

સીરિયામાં અમેરિકા સાથેના તણાવ વચ્ચે રશિયા ત્રીજા વિશ્વયુદ્ધની પૂર્વ તૈયારીમાં લાગી ગયું હોવાનું ટીવી અહેવાલમાં જણાવાયું છે રશિયાના સરકારી ટીવી ચેનલ રોસિયા-24 ન્યૂઝના અહેવાલ મુજબ રશિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી ચાલી રહી છે. ચેનલે યુદ્ધની આશંકાનો સંકેત આપતા દેશની જનતાને બંકરોમાં લઇ જવા માટે ખાવા-પીવાનો સામાન એકત્ર કરવાની સલાહ આપી છે.

   ચેનલે લોકોને પોતાની પાસે પુરતી માત્રામાં આયોડીનનો બંદોબસ્ત કરવાની સલાહ આપી છે કે જેથી રેડિએશનના ખતરાથી બચી શકાય. ઉપરાંત ચોખાનો ભંડાર એકત્ર કરી રાખવા જણાવ્યું છે. કારણ કે ચોખા આઠ વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે
   ચેનલે લોકોને દૂધનો પાઉડર, ખાંડ અને નમક જેવી વસ્તુઓ પણ સાથે રાખવાની સલાહ આપી. સીરિયાને લઇને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. રશિયા સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનમાં છે. જ્યારે કે અમેરિકન નેતૃત્વવાળા પશ્ચિમી દેશો લાંબા સમયથી અસદને સત્તા પરથી હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રશિયાના હસ્તક્ષેપથી સ્થિતિ બગડી ગઇ છે. અમેરિકાએ રશિયા અને સીરિયા પર કેમિકલ હથિયારના ઉપયોગનો આરોપ લગાવ્યો છે.

(12:00 am IST)