Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દેશનું વિદેશી હૂંડિયામણની અનામત વધીને 424.864 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ

નવી દિલ્હી- દેશનું હૂંડિયામણની અનામત 5036 લાખ ડોલરથી વધીને સપ્તાહ સુધીમાં ઓલટાઇમ હાઈ 424.864 અબજ ડોલરે પહોંચી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા મુજ  કરન્સી એસેટ્સમાં 6577 લાખ ડોલરનો વધારો થતાં તે 399.776 અબજ ડોલરની નોંધાઈ છે. ફોરેઈન કરન્સી એસેટ્સને યુ.એસનાં ટર્મમાં વ્યાખ્યાયિત કરીએ તો તેમાં રિઝર્વમાં સમાવેશ પામતી યુ.એસ સિવાયની કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન વગેરેની કિંમતમાં થયેલ વધારો કે ઘટાડાનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુજબ વીતેલા સપ્તાહોમાં સ્થિર રહ્યા બાદ હવે ગોલ્ડ રિઝર્વમાં 1307 લાખ ડોલરનો ઘટાડો થઈને તે 21.484 અબજ ડોલર નોંધાયું છે. ઉપરાંત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથેના ખાસ ડ્રોઈંગ રાઇટ્સ એટલે કે ઉપાડ કરવાના હકોમાં 10 લાખ ડોલરનો ઘટાડો થતાં તે 1.534 અબજ ડોલરે રહ્યા છે

   અત્રે ઉલ્લેખનીય છે કે દેશની આઈએમએફ સાથેની રિઝર્વ પોઝિશનમાં પણ 134 લાખ ડોલરનો ઘટાડો થઈને તે 2.070 અબજ ડોલરે રહેવા પામી છે.

(12:00 am IST)