Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

માર્ચમાં સોનાની આયાત 40 ટકા ઘટીને 2,49 અબજ ડોલર થઇ:ચાલુખાતાની ખાદ્યમાં રાહત

ચાંદીની આયાતમાં 31 ટકાનો વધારો:માર્ચમાં 2673.3 લાખ ડોલરની રહી હતી

 

રાજકોટ :માર્ચ મહિનામાં સોનાની આયાત 40.31 ટકા ઘટીને મૂલ્યની દ્રષ્ટિએ 2.49 અબજ ડોલરની રહી છે સોનાની આયાત ઘટતા ચાલું ખાતાની ખાધમાં પણ સરકારને મદદ મળી રહેશેવાણિજય મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2016-17માં માર્ચ મહિનામાં ગોલ્ડની આયાત 4.17 અબજ ડોલરની હતી, તથા વર્ષ 2017-18માં તેમાં 1.68 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

    ઉપરાંત ગોલ્ડની આયાતમાં વર્ષનાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ ઘટી હતી નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્ર્વિક સ્તરે ગોલ્ડની કિંમતમાં નરમાશ આવતાં તેની આયાતમાં ઘટાડો નોંધાયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ગોલ્ડની આયાત કરનારો વિશ્ર્વનો સૌથી મોટો દેશ છે, તથા તેમાં આયાત ફક્ત જ્વેલરી ઈન્ડસ્ટ્રીની માંગને પૂરી પાડવા માટે કરવામાં આવે છે. સિવાય બીજી બાજુ ચાંદીની આયાતમાં 31 ટકાનો વધારો થતાં તે માર્ચ મહિનામાં 2673.3 લાખ ડોલરની રહી હતી.

 વર્તમાન સમયમાં ગોલ્ડની આયાત પર 10 ટકા ડ્યુટી લાગુ કરવામાં આવે છે, જેના માટે જેમ્સ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રી તથા કોમર્સ મિનિસ્ટ્રીએ પણ નાણાંમંત્રાલયને ડ્યુટી ઘટાડવા માટે દરખઆસ્ત કરેલ છે. તદ્દ ઉપરાંત વર્ષ 2016-17 માટે ભારતમાં કરવામાં આવેલી ગોલ્ડની આયાત 500 ટન નોંધવામાં આવી છે.

(12:00 am IST)