Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મુકેશ અંબાણીઅે પોતાની સુરક્ષામાં રહેતા બે પોલીસ અધિકારીઓ માટે અત્યાધુનિક સુવિધાવાળી બાઇક બનાવડાવી

મુંબઇઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં રહેલા બે પોલીસ અધિકારીઓ માટે મુકેશ અંબાણીઅે ખાસ અત્યાધુનિક સુવિધાથી સજ્જ બે બાઇક બનાવડાવી છે. આ બંને બાઈક્સ રોયલ એનફિલ્ડ બુલેટ ઈલેક્ટ્રા છે. જેને રેઝ કસ્ટમ બિલ્ડ્સે અંબાણીની સિક્યોરિટી માટે કસ્ટમાઈઝ્ડ  કરી છે.

આ મોટરસાઈકલ્સની ફ્રન્ટમાં મોટા પ્રોટેક્ટિવ વિઝર લગાવવામાં આવ્યાં છે. જે પોલીસકર્મીઓને સંપૂર્ણ પ્રોટેક્શન આપે છે. મોટરસાઈકલ્સની પાછળની બાજુ પેનીયર્સ લગાવવામાં આવેલા છે. આ સાથે જ એડિશનલ સ્ટોરેજ માટે ટોપ બોક્સ લગાવવામાં આવ્યું છે.

બંને બાઈક્સને ઓફ વ્હાઈટ કલરથી કલર કરવામાં આવ્યો છે. જેમાં વાદળી અને પીળી ચેક સ્ટ્રિપ આપવામાં આવી છે. બંને બાઈક્સના બોડી પર પોલીસ લખવામાં આવ્યું છે. જ્યારે ફ્રન્ટ અને બેક સાઈટ પર પોલીસ બીકન (લાઈટ્સ) લગાવેલી છે.

રિપોર્ટ મુજબ દેશના સૌથી અમીર બિઝનેસમેનને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મળેલી છે. આ કેટેગરીમાં કુલ 22 સુરક્ષાકર્મીઓ સામેલ છે. જેમાં પોલીસ અને ચારથી પાંચ એનએસજી કમાન્ડો તેમની પર્સનલ સિક્યોરિટીમાં રહે છે. 

મુકેશ અંબાણી પાસે બે બુલેટપ્રુફ કાર પણ છે. જેમાં એક આર્મડ BMW 760Li અને બીજી મર્સિડિઝ બેન્ઝ S660 ગાર્ડ છે. મુકેશ અંબાણી હંમેશા આ બે કારોમાંથી એકમાં જતા હોય છે. કારની ચારેબાજુ અને તેમની પર્સનલ સિક્યોરિટીથી તેઓ ઘેરાયેલા રહે છે. 

(6:00 pm IST)