Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

દિલ્‍હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ સરકારએ એનપીઆર- એનઆરસી વિરૂદ્ધ પ્રસ્‍તાવ પસાર કર્યાે

નવી દિલ્‍હીઃ દિલ્‍હી વિધાનસભાએ રાષ્‍ટ્રીય જનસંખ્‍યા પંજી (એનપીઆર) અને રાષ્‍ટ્રીય નાગરિક પંજી એનઆરસી વિરૂદ્ધ શુક્રવારના પ્રસ્‍તાવ પસાર કર્યો. એનપીઆર અને એનઆરસી પર ચર્ચા માટે બોલાવવામાં આવેલ એક દિવસીય વિશેષ સત્રમાં મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્‍દ્રને આને પર લેવાની અપીલ કરી.

કેજરીવાલએ સવાલ કર્યો કે મારી પાસે મારા પત્‍ની, મારી પુરી કેબીનેટ પાસે નાગરિકતા સાબિત કરવા માટે જન્‍મ પ્રમાણપત્ર નથી. મુખ્‍યમંત્રીએ કેન્‍દ્રીય મંત્રીઓને કહ્યું કે તે બતાવે કે શું એમની પાસે સરકારી એજન્‍સીઓ દ્વારા જારી જન્‍મ પ્રમાણપત્ર છે ? કેજરીવાલએ વિધાનસભામાં ધારાસભ્‍યને કહ્યું કે જો એમની પાસે જન્‍મ પ્રમાણપત્ર છે તો તે હાથ ઉંંચો કરે.   આ પછી દિલ્‍હી વિધાનસભાના ૭૦ સદસ્‍યોમાંથી ફકત ૯ ધારાસભ્‍યોએ હાથ ઉંચા કરેલા. મુખ્‍યમંત્રીએ કહ્યું સદનમાં ૬૧ સદસ્‍યો પાસે જન્‍મ પ્રમાણપત્ર નથી.

(12:00 am IST)