Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની ડી-બ્રિફિંગ પૂર્ણ : ત્રણ અઠવાડિયાની સિક લિવ પર મોકલાયા

વિંગ કમાન્ડરની ડિ-બ્રિફિંગમાં એરફોર્સ સહિત અન્ય એજન્સીઓ પણ સામેલ હતી

નવી દિલ્હી :ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની ડિ-બ્રિફિંગ પૂર્ણ થઈ છે જોકે તેને ત્રણ અઠવાડિયાની રજા પર મોકલી દેવાયા છે

   સૂત્રો મુજબ વિંગ કમાન્ડરની ડિ-બ્રિફિંગમાં એરફોર્સ સહિત અન્ય એજન્સીઓ પણ સામેલ હતી. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના 21 જેટલા વિમાન દ્વારા ભારતની સીમામાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતના મીગ 21 વિમાન મુકાબલો કરી રહ્યા હતા. જેમાંથી પાકના F-16ને તોડી પડાયું હતું.
  સૂત્રો મુજબ રિસર્ચ અને રેફરલ હોસ્પિટલના ડૉક્ટરો કે જેઓ વિંગ કમાન્ડ અભિનંદનની સારવાર કરી રહ્યા હતા. જેમની સલાહથી અભિનંદનને રજા પર મોકલી દેવાયો છે. ડૉક્ટરોની સલાહ બાદ જ અભિનંદનને સિક લિવ પર મોકલવામાં આવ્યા છે.
(7:40 pm IST)