Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વાહનોની ટયુબો પર વધી શકે છે જીએસટી એઆઇટીડીએફએ નાણામંત્રી પાસે કરી માગણી

૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા થઇ શકે છે

નવી દિલ્હી તા. ૧૪ : મોટર વાહનોમાં વપરાતી ટયુબો આગામી દિવસોમાં મોંઘી થઇ શકે છે. ઓલ ઇન્ડિયા ટાયર ડીલર ફેડરેશને વાહનોની ટયુબો પર જીએસટી વધારવા માટેનું આવેદન બુધવારે કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીને આપ્યું છે. ૧૯ માર્ચે થનાર જીએસટી પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા થઇ શકે છે.

એઆઇટીડીએફએ પોતાના આવેદનમાં કહ્યું છે કે, શરૂઆતમાં મોટર વાહનોમાં ઉપયોગ થતાં રબ્બરના ટાયર અને ટયૂબ પર ૨૮ ટકાના સરખા દરે જીએસટી લાગતો હતો. ગયા વર્ષે ટ્રક, બસ, કાર, એસયુવી, દ્વિચક્રી અને ત્રણ પૈડાવાળા વાહનો, અર્થમુવીંગ મશીનોમાં વપરાતી ટયૂબો પર જીએસટી ઘટાડીને ૨૮ ટકામાંથી ૧૮ ટકા કરાયો હતો.

જોકે જીએસટી પરિષદે નક્કી કર્યું હતું કે, કોઇ ગ્રાહક ટાયરની સાથે ટયૂબ (આખો સેટ) ખરીદે તો તેણે બંને પર ૨૮% જીએસટી આપવો પડશે પણ જો ગ્રાહક ખાલી ટયૂબ ખરીદે તો ૧૮ ટકા જીએસટી લાગશે.

(10:35 am IST)