Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વિશ્વભરમાં ફેસબુક અને ઈંસ્ટ્રાગ્રામ થયું ડાઉન :સોશ્યલ મીડિયામાં ફરિયાદોનો ધોધ છૂટ્યો

ફેસબુકમાં લાઈક કે કોમેન્ટ કરવામાં અને મેળવવામાં મુશ્કેલી :પોસ્ટ પણ થતી નથી :ફેસબુકે કહ્યું જલ્દી ઠીક થઇ જશે

 

નવી દિલ્હી :ભારત,અમેરિકા અને યુરોપ સહીત વિશ્વના કેટલાય દેશોમાં લાંબા સમય સુધી ફેસબુક અને ઈંસ્ટ્રાગ્રામ ડાઉન ચાલી રહ્યું છે દરમિયાન કેટલાય યુઝર્સના એકાઉન્ટ ખુલી રહ્યા નથી તો કેટલાકને લાઈક અને કોમેન્ટ કરવામાં મુશ્કેલીએ આવી રહી છે એટલું નહીં કેટલીય સંસ્થાનોના ફેસબુક પેઇઝ પર કોઈ પોસ્ટ થતી નથી જેનાથી યુઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે

  કહેવાય છે કે રાત્રે 9-30 વાગ્યે ફેસબુક ડાઉન છે જેના કારણે યુઝર્સ ના કોમેન્ટ કરી શકે છે અને નહિ કોમેન્ટ મેળવી શકે છે ના તો લાઈક કરી શકે છે ફેસબુક પર કોઈપણ લિંક પોસ્ટ થતી નથી ફેસબુક ડાઉન થવાની સમસ્યા વેબસાઈટ અને એપ બંને પર થઇ રહી છે જોકે કંપનીએ કહ્યું હતું કે કેટલીક મિનિટોમાં બધું ઠીક થઇ જશે

  સમસ્યાને કારણે લોકો ટ્વીટર્સ સહીત કેટલીય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ફરિયાદો કરી રહ્યાં છે કેટલાય યુઝર્સે સ્ક્રીનશોટ પણ શેયર કર્યા છે જેમાં કંપનીના એક નોટિફિકેશનમાં લખ્યું નજરે આવે છે કે મેન્ટેન્સનને કારણે ફેસબુક ડાઉન છે ,કેટલીક મિનિટોમાં ઠીક થઇ જશે

   ફેસબુકે ટ્વીટ મારફત લોકોને તેની એપ ડાઉન હોવાની જાણકારી આપી છે ફેસબુકે લખ્યું છે કે અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને હાલમાં ફેસબુક ચલાવામાં પારેષાની થઇ રહી છે અમે જલ્દી મુદ્દાનો ઉકેલ કરવા કામ કરી રહ્યાં છીએ

 

(12:00 am IST)