Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઐશ્વર્યા રાય બચ્ચન ફેમિનાના કવર પેઇઝમાં છવાઈ 2018ની સૌથી સુંદર મહિલાઓના લિસ્ટ બહાર પડ્યું

લાઈટ ગોલ્ડન કલરના ફુલ સ્લીવ શર્ટ અને કર્લી વાળ:ચહેરાનો મેકઅપથી હોટગર્લ બની

 

મુંબઈ ;ઐશ્વર્યા રાય બચ્ચન ફેશન મેગેઝીન ફેમિનાના કવર પેઇઝમાં છવાઈ છે વર્ષ 1994મં મિસ વર્લ્ડ બન્યા બાદ એશની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની ફિલ્મો હોય, અવોર્ડસ હોય કે તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ,એશ દરકે જગ્યાએ પોતાને સાબિત કરતી આવી છે.

   ફેશનના મામલમાં એશ દરેક જગ્યાએ પોતાની અલગ ઓળખ બનાવી લે છે. પછી તે ઈન્ટરનેશનલ રેડ કાર્પેટ પર ડાર્ક પર્પલ લિપ્સ્ટિક હોય કે પછી ઘરેલુ ઈવેન્ટ્સમાં તેની સાડીઓ હોય, તેની ફેશનની દરેક જગ્યાએ ચર્ચા થાય છે.

   હવે તેની ફેશન સ્ટેટમેન્ટ એક નવા મુકામે પહોંચી ગયું છે ફેશન મેગેઝિન ફેમિનાએ 2018ની સૌથી સુંદર મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે અને તેના કવર પર ઐશ્વર્યા છે. લાઈટ ગોલ્ડન કલરના ફુલ સ્લીવ શર્ટની સાથે એશના કર્લી વાળ ઘણા સુંદર લાગી રહ્યા છે. તો તેના ચહેરાનો મેકઅપ તેને વધારે હોટ બનાવી રહ્યો છે.

   તાજેતરમાં ફિલ્મફન્ને ખાંનો એશનો લુક બહાર આવ્યો હતો. લુક તદ્દન હટકે છે અને લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે અનિલ કપૂર પણ છે. બંને 15 વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યો છે. પહેલા તેણેહમારા દિલ આપકે પાસ હૈમાં કામ કર્યું હતું. ફિલ્મ આગામી વર્ષે ઈદના પ્રસંગે રિલીઝ થશે. રસપ્રદ છે કે, સલમાન ખાનની ફિલ્મરેસ 3’ પણ દિવસે રિલીઝ થઈ રહી છે.

(1:24 am IST)
  • બીએસએનના ગેરકાયદે ટેલીફોન એકસ્ચેન્જમાં કલાનીધી મારન, દયાનીધી મારન અને બીજા પાંચને છોડી મુકવા સીબીઆઇ કોર્ટનો આદેશઃ કહ્યું કે પ્રોસીકયુશન આ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે access_time 5:14 pm IST

  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST

  • ગાજામાં ફિલિસ્તાની વડાપ્રધાનના કાફલા ઉપર હુમલોઃ૬ સુરક્ષાકર્મી ઘાયલ :ગાજામાં ફિલિસ્તાનના વડાપ્રધાન રમી હમદુલ્લાહના કાફલાને નિશાનો બનાવી કરેલ હુમલામાં ૬ સુરક્ષાકર્મી ઘાયલ : ત્રણ વાહનનોને નુકશાન : જો કે હમદુલ્લાહને આ હુમલાથી ઈજા થઈ નથી, પરંતુ ફિલિસ્તાને આ હુમલાને હત્યાની કોશિશનો કરાર આપ્યો : ફિલિસ્તાનના ગાજા અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં જુદા-જુદા ગુટોનું શાસન છે access_time 4:19 pm IST