Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભારતીય બેંકો કૌભાંડો અને છેતરપિંડીના ભરડામાં:દરકલાકે 1,6 કરોડનું નુકશાન

સિસ્ટમમાં મોટી ખામી :સિક્યોરિટી ફ્રેમવર્ક અને ટ્રેનિંગની ઉણપ જવાબદાર :ચીટિંગ અને ફોર્જરીથી ત્રણ વર્ષમાં 42746 કરોડ ડૂબ્યા

 

બેંગલુરુ: ભારતીય બેંકોનેકૌભાંડઅનેછેતરપિંડીદ્વારા દર કલાકે 1.6 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. બેંકો સાથે ફ્રૉડના સૌથી જૂના પ્રકાર છે અને ગુમાવેલી કુલ રકમનો 60 ટકા હિસ્સો રીતનો હોય છે.બેંકો દ્વારા ફરિયાદને આધારે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએએ ફ્રૉડને 8 કેટેગરીમાં વહેંચ્યા છે. માત્રચીટિંગ એન્ડ ફૉર્જરીથી ત્રણ વર્ષ (2014-15, 2015-16, 2016-17)માં બેંકોના કુલ 42,746 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા .

  એક્સપર્ટ આને સિસ્ટમમાં મોટી ખામી ગણાવતા કહે છે, જેના માટે સિક્યોરિટી ફ્રેમવર્ક અને ટ્રેનિંગની ઉણપ જવાબદાર છે.

   પ્રકારના ફ્રૉડને સામાન્યપણે બનાવટી ડૉક્યૂમેન્ટ્સ અને બેંકોમાં જૂઠા દાવા કરીને પાર પાડવામાં આવે છે. કુલ 42,276 કરોડમાંથી 89 ટકા એટલે કે, 37,583 કરોડ રૂપિયા સરકારી બેંકોના હતા અને પ્રાઈવેટ બેંકોને 4683 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો છે. આમાંથી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા સાથે સૌથી વધુ 5,743 કરોડ રૂપિયાના ફ્રૉડ થયા છે.

  આ પ્રકારની છેતરપિંડીના કુલ 7,505 કેસ સામે આવ્યા છે, જેમાંથી 4702ની ફરિયાદ સરકારી બેંકોએ કરી છે જયારે પ્રાઈવેટ બેંકોમાં આવા 2803 કેસ નોંધાય છે.

(1:16 am IST)