Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હવે 2020 સુધી યુરિયાની સબસીડી મળશે :સરકારે સબસિડીની મર્યાદા વધારી

ખાતર સબસીડી વિતરણના પ્રત્યક્ષ લાભ યોજના હેઠળ પ્રસ્તાવને મંજૂરી

 

નવી દિલ્હી :યુરિયાની સબસીડી 2020 સુધી મળશે કેન્દ્ર સરકારે યુરિયાની સબસિડીની મર્યાદા વધારીને 2020 સુધી કરવાની અને ખાતર સબસિડીના વિતરણના પ્રત્યક્ષ લાભ (ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર) યોજના હેઠળના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ખેડુતોને યુરિયા નિયંત્રિત કિંમત 5,360 રૂપિયા પ્રતિ ટન પર ઉપલબ્ધ થશે.

ખેડૂતોને ખાતર સપ્લાય ખર્ચ અને છૂટક વહેંચાણની કિંમત (એમઆરપી) વચ્ચે રહેલા ગાળાની ચૂકવણી સબસિડી તરીકે કરવામાં આવે છે. યુરિયા સબસિડી 2018-19માં 45,000 કરોડ જેટલી રહેવાનું અનુમાન છે. જ્યારે વર્ષે 42,748 કરોડ રૂપિયા રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતી સીસીઈએએ જણાવ્યું કે,’યુરિયા સબસિડી યોજના ચાલુ રહેવાથી ખેડૂતોને કાયદાકીય રીતે નિયંત્રિત મૂલ્ય પર પર્યાપ્ત માત્રામાં યુરિયાની સપ્લાય નિશ્ચિત કરવામાં મદદ કરશે.’

    એક નિવેદન અનુસાર યુરિયા સબસિડી ત્રણ વર્ષ માટે એટલે કે 2020 સુધી વધારી છે. પર 1,64,935 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અનુમાન છે. સામાન્ય રીતે યુરિયાની એક વર્ષ માટે સબસિડી મંજૂર થાય છે. પરંતુ વર્ષે ત્રણ વર્ષ માટે મંજૂરી લેવામાં આવી છે. ઉપરાંત સીસીઈએએ ખાતરની સબસિડી વિતરણ માટે પ્રત્યક્ષ લાભ અંતરણ (ડીબીટી) માટે પણ મંજૂરી આપી છે. આમ કરવાનો હેતુ સબસિડીની ચોરી પર લગામ કસવાનો છે.

 

(1:18 am IST)