Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આધારકાર્ડના ડેટાની સુરક્ષા સામે ફરી સવાલ ઉઠ્યા :ફ્રેન્ચ હેન્કરે સ્ક્રીનશોટ દ્વારા ખામીઓ ઉજાગર કર્યાનો દાવો કર્યો

એલિયટે આંધ્ર પ્રદેશ સરકારની વેબસાઈટની યુઆરએલ અને બાયોમેટ્રિક નિશાનના સ્ક્રીનશોટને શેર કર્યા : આધાર કાર્ડ સ્કેન અને બાયોમેટ્રિક ડેટાને ખુલ્લો મૂકી દેવાયો છે

 

નવી દિલ્હી: આધાર કાર્ડ ડેટાની સુરક્ષા સામે ફરી સવાલ ઉઠ્યો છે એલિયટ એલ્ડર્સન નામના હેકરે ટ્વીટર પર કેટલાક સ્ક્રીનશોટ દ્વારા સરકારી વેબસાઈટો પર અધારને લઈને રહેલી ખામીઓને ઉજાગર કર્યાનો દાવો કર્યો છે.પોતાને ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચર જણાવનારા એલિયટે આંધ્ર પ્રદેશ સરકારની વેબસાઈટની યુઆરએલ અને બાયોમેટ્રિક નિશાનના સ્ક્રીનશોટને શેર કરતા જણાવ્યું કે કઈ રીતે આધાર કાર્ડ સ્કેન અને બાયોમેટ્રિક ડેટાને ખુલ્લો મૂકી દેવાયો છે.

   હેકરના ટ્વીટ બાદ યુઆરએલને બ્લોક કરી દેવાઈ છે.જોકે આવું પહેલી વખત નથી કે, જ્યારે એલિયટે ભારતીય વેબસાઈટની ખામીઓ ઉજાગર કરી છે.

 ગત દિવસોમાં એલ્ડર્સને પેટીએમ દ્વારા એન્ડ્રોઈડ યૂઝર્સ પાસેથી રૂટ એક્સેસ માગવામાં આવતા હોવા તરફ ધ્યાન દોર્યું હતું. જોકે, કંપનીએ હવે એક્સેસ બંધ કરી દીધું છે અને તેના માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને જવાબદાર જણાવ્યું છે.

 એલ્ડર્સને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટા પર આધારિત 12 ડિજિટવાળા યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, આધારની ખામીઓને ઉજાગર કરવાનો પહેલા પણ પ્રયાસ કર્યો છે. જોકે, યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દર વખતે એવો દાવો કર્યો છે કે, આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

 એલ્ડર્સને એમ પણ કહ્યું કે, તે આધારની વિરુદ્ધ નથી, પરંતુ તેના સમર્થનમાં છે, પરંતુ રીતના મોટા પ્રોજેક્ટની સર્વોચ્ચ સુરક્ષા થવી જોઈએ.

(12:00 am IST)