Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બેન્કિંગ કૌભાંડ દેશના ભવિષ્ય પરનો સૌથી મોટો હુમલો આરબીઆઇના ગવર્નર ઊર્જિત પેટેલે આખરે ચુપ્પી તોડી

તેઓ પથ્થર ખાવા અને નીલકંઠની જેમ ઝેર પીવા માટે પણ તૈયાર છે :ઊર્જિત પટેલ

 

નવી દિલ્હી :બેન્કિંગકૌંભાડ મામલે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે આખરે મૌન તોડ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા નિયામક સંસ્થાઓ પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા,બાદમાં પટેલે કહ્યું કે, તેઓ પત્થર ખાવા માટે તૈયાર છે અને નીલકંઠની જેમ ઝેર પીવા માટે પણ તૈયાર છે. તેમણે બેન્કિગ કૌભાંડ મામલે પોતાનું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, ઘટના દેશના ભવિષ્ય પર હુમલો છે.

   અબજપતિ જવેલર નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા દેશના બીજી સૌથી મોટી સરકારી બેન્ક પીએનબીમાં થયેલા 13,000 કરોડ થી વધુના કૌભાંડ પર ઉર્જિત પટેલે કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રમાં છેતરપીંડિ અને અનિયમિતતાઓના કારણે રિઝર્વ બેન્કમાં બેસીને અમને પણ ગુસ્સો,દુ: અને અફસોસ થાય છે.કેટલાક ઉદ્યોગકારો અને બેન્ક અધિકારીઓ દ્વારા મળીને દેશના ભવિષ્ય પર સૌથી મોટો હુમલા સમાન છે.

   પીએનબી કૌભાંડ પછી સતત આરબીઆઈ પર ટીકા કરવામાં આવી રહી છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પોતાના એક ભાષણ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, જો અમારા પર પથ્થર ફેંકવામાં આવે છે તો અમારે નીલકંઠની જેમ વિષ પીવું પડશે તેને અમે અમારું કર્તવ્યના સ્વરૂપે સ્વીકાર પણ કરીએ છીએ.

   અગાઉ વડાપ્રધાન મોદીએ પંજાબ નેશનલ બેન્કમાં થયેલા 11,300 કરોડના કૌભાંડ પછી કહ્યું હતું કે, સરકાર મામલે કડક પગલાં ભરશે અને કરતી રહેશે. જે પછી કાયદો બનાવવા માટે પણ સરકાર તરફથી શરૂઆત કરવામાં આવી રહી છે. હાલમાં સંસદના બંને ગૃહમાં પીએનબી મામલે ભારે વિરોધ ચાલી રહ્યો છે.

(11:12 pm IST)