Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પીએનબી કૌભાંડ મામલે મેહુલ ચોકસીની વધશે મુશ્કેલી :આજીવન કારાવાસની સજા થઇ શકે

સીબીઆઈએ મુંબઈ કોર્ટમાં મેહુલની કંપનીઓ સામે મુક્યો વિશ્વાસઘાતનો આરોપ

 

નવી દિલ્હી :પીએનબી કૌભાડના મામલે હીરાના વેપારી મેહુલ ચોક્સીની મુશ્કેલી વધવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે સીબીઆઈએ મુંબઈ કોર્ટમાં પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીની કંપનીઓ સામે વિશ્વાસઘાતનો આરોપ કર્યો છે અને મામલે મેહુલ ચોકસીને આજીવન કારાવાસની સજા થઈ શકે છે

   ઇન્ડિયન પિનલ કોડની કલમ 409 હેઠળ આવા મામલે આજીવન કેદની જોગવાઈ છે. CBI મેહુલ ચોક્સીની કંપનીને છેતરપિંડી દ્વારા લેટર ઓફ અંડરટેકિંગ જાહેર કરવાના સંબંધમાં તત્કાલિન ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ મુંબઈ કોર્ટ સામે મામલે જણાવ્યું કે, શેટ્ટીએ જે કામ કર્યું છે તે પ્રાથમિક ધોરણે IPC કલમ 409 હેઠળ દંડનીય અપરાધ છે

(10:28 pm IST)