Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

યુપીમાં સપા અને બિહારમાં આરજેડીના હાથે પરાજય બાદ ભાજપને રાહતના સમાચાર :ભભુઆમાં રિંકી પાંડેનો વિજય

ભભુઆ વિધાનસભાની સીટ પર ભાજપના ઉમેદવાર રિંકી રાની પાંડેએ 15 હજાર મતોથી જીત મેળવી

 

પટનાઃ ઉત્તરપ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે જયારે બિહારની લોકસભાની અરરિયા લોકસભા બેઠકમાં આરજેડીનો વિજય થયો છે ત્યારે ભાજપ માટે રાહતના સમાચાર મળ્યા છે ભભુઆ રિંકી રાની પાંડેનો વિજય થયો છે.તેમણે કોંગ્રેસના ઉમેદવાર શંભૂ સિંહ પટેલને હરાવ્યો છે.અહેવાલ મુજબ ભભુઆ વિધાનસભાની સીટ પર ભાજપના ઉમેદવાર રિંકી રાની પાંડેએ 15 હજાર મતોથી જીત મેળવી છે

જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવે 35 હજાર મતોથી જીત મેળવી છે

બિહારની ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા સીટો માટે 11 માર્ચે પેટાચૂંટણીના યોજાયેલા મતદાનમાં ક્રમશઃ 54.03 ટકા કખા 50.06 ટકા મતદાન થયું હતું. જહાનાબાદ અને ભભુઆમાં ચાલુ ધારાસભ્યોના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઇ હતી. જહાનાબાદ સીટ પર રાજદનો કબજો હતો અહીંથી દિવંગત ધારાસભ્ય મુંદ્રિકા યાદવનો પુત્ર કૃષ્ણ મોહન રાજદ માટે મેદાનમાં હતો. જ્યારે ભભુઆથી ભાજપના દિવંગત ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેની પત્ની રિંકી રાનીને મેદાનમાં ઉતારવામાં આવી હતી

(9:39 pm IST)