Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

લોકસભામાં નાણાં બિલને કોઇપણ ચર્ચા વગર પસાર કરાયુ જે લોકતંત્રની હત્યા સમાનઃ વિપક્ષ દ્વારા ભારે હંગામો

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકાર દ્વારા આજે લોકસભામાં નાણાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને વિરોધ પક્ષે લોકતંત્રની હત્યા સમાન ગણાવ્યું છે.

લોકસભામાં ભારે હંગામા વચ્ચે નાણા બિલ-2018ને પાસ કરવામાં આવ્યું છે. આ બિલને નાણા પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું હતું. જે બાદ સંસદમાં ભારે હંગામા વચ્ચે નાણા બિલને મંજૂરી આપવામાં આવી છે. હંગામાના પગલે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, બિલને કોઈપણ પ્રકારની ચર્ચા વગર પસાર કરવામાં આવ્યું છે. જે લોકતંત્રની હત્યા છે. આ ઉપરાંત ગોરખપુરમાં મતગણનાનો મુદો પણ લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે યુપી સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી વિરોધ કર્યો હતો. વિપક્ષ સતત લોકસભા વિવિધ મુદાઓ સાથે હંગામો માચાવી રહ્યું છે. ટીડીપી લોકસભામાં સતત  આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યું છે. તો કોંગ્રેસ પીએનબી કૌભાંડ મામલે ચર્ચા કરવાની માગ કરી રહી છે.

(8:20 pm IST)