Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અયોધ્યા વિવાદમાં હવે પછી ૨૩ માર્ચે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

આ પહેલા સુપ્રિમ કોર્ટે આજે અયોધ્યા વિવાદમાં લાગુ નહિં પડતા લોકોની દરમિયાનગીરી ફગાવી દેતા કહેલ કે માત્ર દલીલો માટે આગળ વધી શકશે : મુસ્લિમ પક્ષકાર તરફથી તેમના વકીલ રાજીવ ધવને અયોધ્યા કેસ બંધારણીય બેન્ચને મોકલવાની માંગણી કરી છે તેના ઉપર ૨૩ માર્ચે સુનાવણી થશે : એડવોકેટ ધવને સુપ્રિમ કોર્ટના જૂના ચુકાદાને તાકીને કહ્યુ કે, સુપ્રિમ કોર્ટે એવુ કહેલ કે મસ્જીદ એ ઈસ્લામનો જરૂરી ભાગ નથી : ધવન કહે છે સૌથી પ્રથમ તો આ ચુકાદા ઉપર પુર્નવિચાર થવો જોઈએ : બંધારણીય બેન્ચે ઈસ્માઈલ આરૂઠીના ચુકાદામાં મસ્જીદને ઈસ્લામનો અભિન્ન હિસ્સો નહિં માનવો એ ગલત વ્યવસ્થા છે અને એટલે આ ચુકાદા ઉપર ફરીથી વિચાર કરવા મોટી બેન્ચ સમક્ષ મોકલવો જોઈએ

(6:12 pm IST)