Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બાબરના સિપાઇ મીર બાકીએ ૧૫૨૮માં રામ મંદિર તોડી ત્યાં મસ્જિદ બનાવી હતી

૫૦ સુનાવણીમાં ચૂકાદો આવી જાય તેવી આશાઃ ૭ ભાષાના પુસ્તકોના ટ્રાન્સલેશન થયાઃ વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ અને ગીતા સહિત ૨૦ના અંગ્રેજી ભાષાંતર પણ થયા

નવી દિલ્હી તા. ૧૪ : આ કેસમાં પક્ષકારોનું કહેવું છે કે, હવે સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે કે, આ કેસને વધારે ટાળવામાં ન આવે અને તેનો જલદી નિર્ણય આવે. આ પહેલાં ૮ ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત ૨૦ ધાર્મિક પુસ્તકોનું તથ્યની ચકાસણી માટે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન થયુ હોવાના કારણે સુનાવણી ટાળવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને આવી દલીલો પસંદ નથી, આ માત્ર જમીન વિવાદ છે.

આ પહેલાં ૮ ડિસેમ્બરે જયારે સુનાવણી થઈ ત્યારે વકફ બોર્ડના વકીલઙ્ગકપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી ચૂંટણી પણ અસર પડશે. તેથી આ કેસની ૨૦૧૯ પછી સુનાવણી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે, અમે રાજકીય નહીં, કેસના તથ્યને જોઈએ છીએ.

રામ મંદિરના સમર્થનમાં આવેલા પક્ષકારોનું કહેવું છે કે, અલાહાબાદ હાઈકોર્ટે ૯૦ સુનાવણી પછી ચૂકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં ૫૦ સુનાવણીમાં નિર્ણય આવી જાય તેવી શકયતા છે. જોકે બાબરી મસ્જિદ સાથે જોડાયેવા પક્ષકારો આવું નથી માનતા.તેમનું કહેવું છે કે, આ કેસમાં ઘણા બધા દસ્તાવેજો છે. તે દરેક વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ દલીલ કરવામાં આવશે. હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે આ કેસમાં ૭ ભાષાઓ હિન્દી, ઉર્દુ, પાલી, સંસ્કૃત, અરબી વગેરેના ટ્રાન્સલેશન જમા થઈ ગયા છે.

રામ મંદિર મુદ્દો ૧૯૮૯થી ચર્ચામાં છે. જેના કારણે ત્યારે દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયેલો હતો. દેશનું રાજકારણ પણ તેનાથી પ્રભાવિત થતું આવ્યું છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. ૧૮મી સદીમાં મંદિર તોડીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. રામ મંદિર આંદોલન દરમિયાન ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. મામલો ત્યારથી સુપ્રીમ કોર્ટમાં છે.

આ કેસમાં ત્રણ પક્ષો સામેલ છે

(૧) નિર્મોહી અખાડૉં વિવાદિત જમીનનો એક તૃતીયાંશ હિસ્સો એટલે કે રામ ચબૂતરો અને સીતા રસોઇવાળી જગ્યા. (ર) રામલલા વિરાજમાનૅં એક તૃતીયાંશ હિસ્સો એટલે કે રામલલાની મૂર્તિવાળી જગ્યા. (૩)  સુન્ની વકફ બોર્ડૅં વિવાદિત જમીનનો બચેલો એક તૃતીયાંશ હિસ્સો.

ભાજપ વીએચપી સહિત ઘણા હિંદુ સંગઠનો વિવાદિત જમીન પર રામમંદિર અને સુન્ની વકફ બોર્ડ સહિત ઘણા મુસ્લિમ સંગઠન ત્યાં મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિંદુઓનું કહેવું છે કે તે જગ્યા રામજન્મ ભૂમિ છે, ત્યાં ભગવાન રામનું મંદિર હતું જેને મોગલ શાસક બાબરના સિપાઇ મીર બાકીએ ૧૫૨૮માં તોડાવી નાખેલ અને તેની જગ્યાએ મસ્જિદ બનાવી લીધી, જેને બાબરી મસ્જિદ કહેવામાં આવી.

 

(4:58 pm IST)
  • તેજસ્વી યાદવનો ધડાકો : ઉત્તરપ્રદેશ અને બિહારમાં દરોડાનો દોર શરૂ થઈ જશે : ઉત્તરપ્રદેશના બિહારના ચૂંટણી પરિણામો બિહારના પૂર્વ ના. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ કે આ વિજય પછી સીબીઆઈ અને ઈડીના દરોડા ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટાપાયે શરૂ કરી દેવામાં આવશે access_time 6:14 pm IST

  • પાણી બચાવવાને લઈ સુરતના ડોક્ટરોએ અનોખી પહેલ આદરી છે. જેમાં વોટસએપમાં તબીબો દ્વારા એક ગ્રુપ બનાવીને રોજ તેમાં ક્રિએટીવ મેસેજ, વીડિયો, ઓડિયો મુકીને અન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ ગૃપમાં લગભગ શહેરના 50થી વધુ ડોક્ટર્સ જોડાઈ છે. ડોક્ટર્સને જ્યાં ક્યાંયથી પણ પાણી બચાવવાનો મેસેજ મળે તે આ ગ્રુપમાં મુકે છે. access_time 12:59 am IST

  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST