Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હવે કાર્તિની ૧૧ મિલિયનથી વધુની સંપત્તિને જપ્ત કરાઇ છે

એરસેલ-મેકસીસ કેસના સંબંધમાં કાર્યવાહી : એન્ફીર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કઠોર કાર્યવાહી જારી રહી

નવી દિલ્હી,તા. ૧૪: ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને કારોબારી કાર્તિ ચિદમ્બરમની સામે સકંજો દિન પ્રતિદિન વધારે મજબુત કરવામાં આવી રહ્યો છે. હવે તેમની ૧૧.૬ મિલિયન રૂપિયાથી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એરસેલ-મેક્સીસ કેસના સંબંધમાં સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ફિક્સડ ડિપોઝીટ અને બચત બેંક ખાતામાં રહેલી સંપત્તિના સ્વરૂપમાં તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી  છે. અત્રે નોંધનીય છે કે આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં રહેલા અને વ્યાપક તપાસનો સામનો કરી રહેલા કાર્તિ ચિદમ્બરમને કોઇપણ રાહત મળી રહી નથી. હાલમાં જ કાર્તિ ચિદમ્બરમને ૧૨ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. કાર્તિને હાલમાં જેલમાં જ રહેવું પડશે. ૨૪મી માર્ચ સુધી ખાસ દિલ્હી કોર્ટે કાર્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવાાં આવ્યા બાદથી તે કસ્ટડીમાં છે. તપાસ સંસ્થાએ કહ્યુ છે કે કાર્તિ પુછપરછ દરમિયાન બિલકુલ સહકાર કરી રહ્યા નથી. પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પરના સમગ્ર ગાળા દરમિયાન કાર્તિ ચિદમ્બરમ બિલકુલ સહકાર આપી રહ્યા નથી. પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા નથી .સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, પ્રવર્તમાન સંજોગો હેઠળ જ્યારે બાબતો વધુ જટિલ બની ગઈ છે ત્યારે આ ગંભીર આર્થિક ગુનાના મામલામાં કાર્તિ ચિદમ્બરમને કસ્ટડીમાં રાખવાની જરૂર છે. ૧૫ દિવસની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી જેની સામે ૧૨ દિવસની કસ્ટડી મંજુર કરવામાં આવી હતી.  આઈએનએક્સ મિડિયામાં રોકાણ મંજુરીનો મામલો એ વખતે સપાટી ઉપર આવ્યો હતો તેમના પિતા ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. કંપનીમાં એ વખતે પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની માલિકી હતી. આ દંપત્તિ હાલમાં હત્યાના કેસમાં જેલમાં છે. ઇન્દ્રાણીની પુછપરછ બાદ  કાર્તિની ધરપકડ કરી હતી.

(4:57 pm IST)