Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રશિયન જાસૂસને ઝેર આપવામાં રશીયાનો હાથઃ બ્રિટનનો ધડાકો

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન ટેરીસા મેએ એવી અશંકા વ્યકત કરી હતી કે નિવૃત રશિયન જાસૂસ સેર્ગેઈ સ્ક્રીપાલ અને એમની પુત્રી યુલીયાને ઝેર આપવા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે.

રશિયન જાસૂસ અને એમની પુત્રીને આપવામાં આવેલું ઝેર નોવિચોક નામનું રશિયાએ વિકસાવેલ મિલિટર ગ્રેડનું હોવાની વાત જાણવા મળ્યા બાદ મેએ ઉપરોકત નિવેદન કરતા વધુમાં જણાવ્યું હતું કે સેલ્સબ્યુરી હુમલા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે.

વિદેશ મંત્રાલયે રશિયાના રાજદૂતને આ મામલે સ્પષ્ટતા કરવા માટે સમન્સ મોકલાવ્યા હતા.

મેએ જણાવ્યું હતું કે જો મંગળવાર સુધીમાં રશિયા તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો યુકે એવું માનશે કે બિનકાયદેસર થયેલા આ હુમલા પાછળ રશિયાનો હાથ હતો.

આ રશિયા તરફથી આપણાં દેશ પર કરાવમાં આવેલો સીધો હુમલો હતો, અથવા રશિયાની સરકારે આ જીવલેણ ઝેર પરનું નિયંત્રણ ગુમાવ્યું છે અને એને અન્યોના હાથમાં જવા દીધું છે.(૩૦.૨)

(12:12 pm IST)