Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

૨૦૧૪માં મોદી સરકાર સંઘના કારણે સત્તામાં આવી : ભૈયાજી જોષી

નવી દિલ્હી, તા.૧૩ સત્તા તેમજ પ્રભાવના રાજકારણમાંઆરએસએસ તેમજ ભાજપાની ભૂમિકામજબૂત થતી જઈ રહી છે. કહેવાઈ રહ્યુંછે કે બંને સંગઠન એકબીજાના વિકાસમાંમદદનીશ છે. ભાજપની સરકારલાવવામાં સંઘનો ફાફ્રો રહે છે, પરંતુસંઘના ભૈયાજી જોષી આવું માનતા નથી.ત્રિપુરામાં સંઘ કાર્ય તેમજ ભાજપા સરકારસાથે જોડાયેલા હોવાના પ્રશ્ન પર સંઘના સર સહકાર્યવાહ - મહામંત્રી શ્રી ભૈયાજી જોષીએકહ્યું - કોઈના કારણે કોઈ આવતું-જતુંનથી. સંઘનો વિસ્તાર સરકારને કારણે નહીં,પરંતુ સ્વયંસેવકોને કારણે થઈ રહ્યો છે.ર૦૧૪માં કેન્દ્રમાં ભાજપ સરકાર આવી તે પહેલાં પણ સંઘનો ખૂબ જ ઝડપથીસંગઠનાત્મક વિસ્તાર થયો. સ્વયંસેવકોનીસંખ્યા વધી. એવું પણ ના કહી શકાય કેર૦૧૪માં સંઘને કારણે ભાજપ સરકારઆવી. તે સમયની પરિસ્થિતિઓને કારણેભાજપ સત્તામાં આવી. ર૦૧૯માં પણસામાન્ય જન ભાજપની સાથે જ રહેશે.ચોથીવાર સહકાર્યવાદ તરીકે ચૂંટાયેલજોષીએ કહ્યું કે ૯ર વર્ષમાં સંઘે ખૂબ જકામ કર્યું છે. સમગ્ર દેશમાં ૬૦ હજાર ઘરોસુધી સંઘ પહોંચ્યું છે. સમાજસેવા કાર્યના કારણે સંઘ આગળ વધ્યું છે. લોકો પણહવે સંઘને સ્વીકારવા લાગ્યા છે. ૧૯૭પમાંકટોકટીમાં સંઘ પર પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો.

ત્યારબાદ સંઘનું સંગઠન બમણું થયું.સંઘના ૮૦ હજાર એકમોના માધ્યમથીસમાજસેવાના કાર્ય કરવામાં આવી રહ્યાછે. હાલ તો સંઘની સંતોષકારક સ્થિતિ છે. તેમ છતાંય કેટલીક ખામીઓ છે, જેનેદૂર કરવાની કાર્ય યોજના પર કામ કરવામાં આવશે. ૩ વર્ષમાં સંગઠન બે ગણું વધશે.સંઘ ભીડને એકઠી નથી કરતું, સમાજવિકાસનું કામ કરે છે, તેથી સંઘની ગતિજનઆંદોલન જેવી દેખાતી નથી તેમ ભૈયાજી જોષીએ કહેલ.

(11:58 am IST)