Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મોદી સરકાર દક્ષિણમાંથી આવક મેળવે છે - ખર્ચ ઉત્તરમાં કરે છે : ચંદ્રાબાબુ આકરા પાણીએ

હૈદરાબાદ, તા.૧૪ : જ્યારથી ટીડીપીએ કેન્દ્ર સરકારથીછેડો ફાડયો છે ત્યારથી કેન્દ્ર અને ટીડીપીવચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ જ છે. એકબીજાઉપર આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.મુખ્યમંત્રી નાયડુએ કેન્દ્ર ઉપર આક્ષેપોમૂકતા કહ્યું કે, સરકાર દક્ષિણ ભારતપાસેથી વધુ આવક મેફ્રવે છે પણ એ બધુખર્ચ ફકત ઉત્તર ભારતના વિકાસ માટે કરેછે.

નાયડુએ દક્ષિણ-ઉત્તર ભારતને ફરીથી  વિભાજિત કરવાના સૂરો કાઢયા છે. આપહેલાં પવન કલ્યાણે આ મુજબ કહ્યું હતું.નાયડુએ વિધાન પરિષદમાં સંબોધન કરતાંકહ્યું કે, દક્ષિણ ભારતના રાજ્યો વધુમાંવધુ યોગદાન ટેકસ દ્વારા કેન્દ્ર સરકારનેઆપે છે પણ એ જ નાણાં ઉત્તર ભારતનારાજ્યોમાં વપરાય છે. એમણે ભાજપ ઉપરવચનો નહીં પાળવાના આક્ષેપો મૂકયા હતાજે વચનો કેન્દ્ર સરકારે આંધ્રના ભાગલાવખતે આપ્યા હતા. એમણે કહ્યું કે શુંઆંધ્રપ્રદેશ ભારતનો રાજ્ય નથી ? કયા કારણે ભેદભાવ કરાઈરહ્યો છે. અન્ય રાજ્યોનેઔદ્યોગિક ટેક્ષમાં રાહતોઅને જીએસટી રિફંડઅપાય છે તો પછી એઆંધ્રને કેમ નથી અપાતા.

જો કે, તરત જ પછી એમણે ફેરવી તોળ્યું કેકેન્દ્રના નાણાં અનેરાજ્યના નાણાં જુદા નથી અને જે ટેક્ષની વસૂલાત થાય છે એ બધીભારતના લોકોની છે પણ એમણે કેન્દ્રનીઆલોચના કરવામાં કોઈ કસર બાકીરાખી ન હતી.

નાયડુએ નાણામંત્રી જેટલીની પણ ટીકા કરી હતી. એમણે કહ્યુંકે જેટલીએ કહ્યું હતું કે વિશેષ દરજ્જો લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીઆપી નહીં શકાય. નાયડુએ કહ્યું કે જો રાજ્યના ભાગલા લોક લાગણીને જોઈકરી શકાતા હોય તો પછી વિશેષ દરજ્જો કેમ નહીં આપી શકાય.

(11:53 am IST)