Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મામો-ભાણેજ અબજોનો ચૂનો લગાવી રફુચક્કરઃહવે લોનો-વ્યાજ બેન્કોને ભરવાના!!

રિઝર્વ બેન્કના અભૂતપૂર્વ નિર્ણય પાછળના આટાપાટા

નવી દિલ્હી તા. ૧૪ :.. તાજેતરના પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડના બેન્ક કૌભાંડ ઉપરથી સબક શીખી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ એક ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. બેન્કિંગ ક્ષેત્રનું નિયમન કરનારા રિઝર્વ બેન્કે નક્કી કર્યુ છે કે હવે દેશની તમામ બેન્કો આયાત માટે કંપનીઓને લેટર ઓફ અંડર ટેકીંગ (એલઓયુ) આપી નહી શકે.

રિઝર્વ બેન્ક દ્વારા ગઇકાલે જાહેર થયેલ એક જાહેરનામા મુજબ આયાત માટે ટ્રેડ ક્રેડિટના હિસાબે કોઇ પણ વેપારી બેન્ક હવે એલ. ઓ. યુ. ડો. એલ. ઓ. સી. (લેટર ઓફ ક્રેડિટ) આપી નહીં શકે. આ સુવિધા તાકીદની અસરથી બંધ કરી દેવામાં આવી છે.

એવું મનાય છે કે પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા એલ. ઓ. યુ. ના નામે અરબો રૂપિયાનો ચૂનો લગાવાયો તેના ઉપરથી ઘડો લઇને રિઝર્વ બેન્કે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

રિઝર્વ બેન્કે આ નિર્ણય સાવચેતીરૂપે ભલે લીધો પરંતુ વેપારીઓ-ઉદ્યોગપતિઓ માટે ભારે મુશ્કેલી સર્જાશે. આયાત-નિકાસ કરી રહેલાઓ માટે આ નિર્ણય માથાના દુઃખાવા જેવો બની જશે.

એલઓયુ એટલે કે લેટર ઓફ અંડર ટેકીંગ એક પ્રકારની બેન્ક ગેરંટી છે, જે વિદેશોથી થનાર આયાતની ચૂકવણી માટે આપવામાં આવે છે. સીધા સાદા અર્થમાં કહીએ તો જો લોન લેવા વાળો આ લોન ચુકવે નહિ તો બેન્ક પૂરેપૂરી રકમ વ્યાજ સહિત વિના શરતે ચૂકવી આપે છે.

એલ.ઓ.યુ. એક નિશ્ચિત સમય માટે બેન્ક આપે છે. પછીથી જેને આ એલ.ઓ. યુ. આપવામાં આવેલ છે, તેની પાસેથી પૂરી રકમ વસૂલવામાં આવે છે.

આ બેન્ક એલ. ઓ. યુ.ના આધારે જ નિરવ મોદીએ વિદેશોમાં બીજી બેન્કોની બ્રાન્ચોમાંથી પૈસા લીધા હતાં. એવો આક્ષેપ છે કે પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓએ ૧પ૦ થી વધુ લેટર ઓફ અંડર ટેકીંગ આપ્યા હતાં. આ બધા લેટર બનાવટી-ખોટી રીતે આપવામાં આવ્યા હતાં., કારણ કે તેની એન્ટ્રી પીએનબીના 'કોર બેન્કિંગ સીસ્ટમ્સ' માં કરવામાં આવી ન હતી.

આ એલ. ઓ. યુ. પંજાબ બેન્કે મોરિશીયસ, બહેરીન, હોંગકોંગ, એન્ટેવર્ય અને ફ્રેન્કર્સ્ટમાં ભારતીય બેન્કો માટે આપ્યા હતો. આ એલ. ઓ. યુ. બતાવીને નીરવે અલગ અલગ બેન્કો પાસેથી લોન લીધેલ. નીરવ મોદીએ જેટલી લોન લીધી હતી તેની પૂરેપૂરી રકમ અને વ્યાજ આપવાની જવાબદારી હવે પંજાબ બેન્ક ઉપર આવી ગઇ છે. આ કૌભાંડકારો દેશ છોડી ભાગી ગયા અને અરબો રૂપિયાની લોનો ચૂકવવાની જવાબદારી હવે પંજાબ બેન્ક ઉપર આવી ગઇ છે.

હવે રિઝર્વ બેન્કે આ એલ. ઓ. યુ. અને એલ. ઓ. સી. પ્રથા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

(11:49 am IST)
  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST

  • કોલકત્તાની એક ગર્લ્સ સ્કૂલમાં 8 માર્ચ મહિલા દિનના દિવસે જ 10 વિદ્યાર્થિનીઓ પાસે લેખિતમાં લેવામાં આવ્યું કે તેઓ લેસ્બિયન(સજાતીય) છે. આ મુદ્દે વાલીઓએ હેડમિસ્ટ્રેસને સોમવારે મળીને હોબાળો મચાવ્યો હતો. શાળાનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓને સાચા માર્ગે લઇ જવામાં આવે. વિદ્યાર્થિનીઓ ક્લાસમાં ખૂબ મસ્તી કરી રહી છે. access_time 12:58 am IST