Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પાકિસ્તાની સંસદમાંથી અધ્યક્ષ જાતે જ વોકઆઉટ કરી ગયા

આલેલે!! ઐસા ભી હોતા હૈ!! : અધિકારી હાજર ન રહેતા સ્પીકર આગબબૂલા થયા

ઇસ્લામાબાદ તા. ૧૪ : પાકિસ્તાનની રાષ્ટ્રીય એસેમ્બેલી(સંસદ)ના સ્પીકર પોતે જ મંગળવારે ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. એક સીનિયર અધિકારી બે કાયદાના મુસદ્દા અંગે સંસદને માહિતી ન આપી શકતા સ્પીકર નારાજ થઈને વોકઆઉટ કરી ગયા હતા.

વિદ્યાર્થીના ફરજિયાત ડ્રગ ટેસ્ટ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગનો ઉપયોગ અટકાવવા અંગેના બે બિલ અંગે સવાલના જવાબ આપવા માટે ગૃહમંત્રી અર્ષદ મિર્ઝાને સંસદમાં હાજર રહેવા કહેવાયું હતું. પરંતુ મિર્ઝા હાજર ન થતા સ્પીકર ઐયાઝ સાદિક અત્યંત ગુસ્સે થઈ ગયા હતા સ્પીકર સાદિકે કહ્યું હતું કે 'જયાં સુધી વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી લેખિત ખાત્રી નહીં આપે ત્યાં સુધી હું ગૃહનો બહિષ્કાર ચાલુ રાખીશ. આથી ત્યાં સુધી હું કોઈ જ સત્રમાં અધ્યક્ષપદે હાજર નહીં રહું.'

(10:39 am IST)
  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST

  • કોલકત્તાની એક ગર્લ્સ સ્કૂલમાં 8 માર્ચ મહિલા દિનના દિવસે જ 10 વિદ્યાર્થિનીઓ પાસે લેખિતમાં લેવામાં આવ્યું કે તેઓ લેસ્બિયન(સજાતીય) છે. આ મુદ્દે વાલીઓએ હેડમિસ્ટ્રેસને સોમવારે મળીને હોબાળો મચાવ્યો હતો. શાળાનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓને સાચા માર્ગે લઇ જવામાં આવે. વિદ્યાર્થિનીઓ ક્લાસમાં ખૂબ મસ્તી કરી રહી છે. access_time 12:58 am IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST