Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ક્રિકેટર શમી ક્યાં રોકાયો હતો, કઇ કઇ જગ્‍યાઓની મુલાકાત લીધી હતી, કોઇ મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો સહિતના મુદ્દે કોલકાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

કોલકાતાઃ ક્રિકેટર શમીના દક્ષિણ આફ્રિકા સિરીઝ દરમ્યાન કોની સાથે કેવા સંબંધો રહ્યા હતાં અને તે કઇ કઇ જગ્‍યાની મુલાકાત લીધી હતી, કોઇ મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો કે નહીં તે સહિતના મુદ્દે કોલકાતા પોલીસે શમીનો ફોન જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પહેલાં કોલકાતા પોલીસે બીસીસીઆઇ પાસે તેની ફાઇલ મગાવી વધુ જાણકારી માગી છે.

.આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં રોકાયો હતો? કઈ કઈ જગ્યાઓની મુલાકાત લીધી હતી. તમામ માહિતીનો રિપોર્ટ માગ્યો છે. બીસીસીઆઇએ કેસમાં શું પગલાં લીધા છે તે જાણવા મળ્યું નથી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, અમે પગલાં લઈશું પણ હજુ સુધી કંઈ કહી શકાય એમ નથી.

હસિને જણાવ્યા પ્રમાણે મોબાઇલમાં શમી અને અન્ય મહિલાઓ વચ્ચે થયેલી વાતચીતની કોલ ડિટેઇલ અને ચેટ ડિટેઇલ મળી આવી છે. હસિને દાવો કર્યો છે કે શમીએ દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે પણ સંબંધ બનાવ્યો હતો. શમીએ ભાઈ સાથે મારી હત્યાનું કાવતરું ઘડયું હતું.

જેમાં હત્યા કરીને લાશ જંગલમાં ફેંકી દેવાનો પ્લાન હતો. જોકે, દુબઇમાં શમીના સંબંધોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં તેને ફિક્સિંગ માટે પૈસાનો મામલો હતો અને અલિસ્બા નામની છોકરી સાથે શારીરિક સંબંધો હતા.

તે પોતાના રૂમમાં પાકિસ્તાની અને દુબઇની છોકરીઓને બોલાવતો હતો. શમીના સંબંધીઓએ હસિનાના વકીલ સાથે મુલાકાત કરી હતી. તેઓ ઇચ્છે છે કે મામલો કોર્ટ સુધી પહોંચે. વકીલને વાતનો સ્વીકાર કર્યો છે પરંતુ પોતાના તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

(9:12 pm IST)
  • અરૂણાચલ પ્રદેશના તોતિંગમાં ભારતીય વાયુસેનાનું ગ્લોબમાસ્ટર સી-17 વિમાને ઐતિહાસીક લેન્ડિંગ કર્યું. આ વિસ્તાર ચીનની સરહદની નજીક છે. અમેરિકા નિર્મિત આ વિમાનનું ઉંચાઇવાળા વિસ્તારમાં કરવામાં આવેલું લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સરહદી વિસ્તારમાં એક મજબૂત ડગ સમાન જોવામાં આવી રહ્યું છે. access_time 12:59 am IST

  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST