News of Tuesday, 13th March 2018

અમેરિકા મોંઘુ ભણતર અને વીઝા મેળવવામાં મુશ્કેલી સર્જાતા ભારતીય વિદ્યાર્થીઓની અમેરિકા જવાની સંખ્‍યા ઘટી

નવી દિલ્‍હીઃ અમેરિકામાં અભ્‍યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે વીઝા મેળવવામાં મુશ્‍કેલી અને અમેરિકામાં થયેલું મોંઘુ ભણતર જવાબદાર માનવામાં આવે છે.

ન્યૂ સ્ટેટ ડેટા દ્વારા આ આંકડા સામે આવ્યા છે. અમેરિકાના દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ એફ-1 સ્ટૂડન્ટ વીઝામાં લગભગ 17 ટકાનો ઘટાડો આવ્યો છે.

ગત વર્ષ 2017માં અમેરિકા દ્વારા ત્રણ લાખ ત્રાણું હજાર 573 એફ-1 વીઝા જાહેર કરવામાં આવ્યા છે. 2016માં ચાર લાખ સત્તર હજાર 728 એફ-1 સ્ટૂડન્ટ વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાથી 2016માં 65 હજાર 257 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને વીઝા મળ્યા હતા. તો 2017માં માત્ર 47 હજાર 302 ભારતીય વિદ્યાર્થીને વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. આના સિવાય 2017માં ચીનના સ્ટૂડન્ટ્સને પણ અમેરિકામાં ભણવાની તકમાં ઘટાડો થયો છે.

ચીનના વિદ્યાર્થીઓને અમેરિકાના વીઝા મળવાની સંખ્યામાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. આના માટે 2014માં ચીન માટે અમેરિકાની બદલાયેલી નવી વીઝા નીતિ જવાબદાર છે. આ વર્ષે અમેરિકામાં અન્ય દેશોના વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વીઝા નહીં મળી શકવાની દ્રષ્ટિએ ભારત અને ચીન સૌથી ઉપર છે. ત્યાર બાદ દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને કેનેડાના ક્રમાંક આવે છે.

(8:29 pm IST)
  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિચુઆન પ્રાંતના જૈકી ગામની મુલાકાત દરમિયાન દુકાનની મહિલા માલિક જિનપિંગને મફતમાં એક જોડી પગરખાં લેવા કહે છે. પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગ મફતમાં પગરખાં લેવાનો ઈનકાર કરી દે છે અને પુરા પૈસા ચુકવે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આવી દયા તેઓ સ્વીકારતા નથી. access_time 12:58 am IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST