News of Tuesday, 13th March 2018

કાર્તિ ચિદમ્બરમની જામીન અરજી ઉપરની સુનાવણી કરવાનો જસ્ટીસ ઇન્‍દ્રમીત કૌરનો ઇન્‍કાર

નવી દિલ્‍હીઃ લાંચ પ્રકરણમાં કાર્તિ ચિદમ્‍બરમની જામીન અરજી ઉપર સુનાવણી કરવા દિલ્‍હી હાઇકોર્ટના જજે નનૈયો ભણી દેતા ભારે ચર્ચા જાગી છે.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કાર્તિને 24 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારે આજે આઈએનએક્સ મીડિયા મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઈન્દ્રમીત કોરે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો..  જસ્ટિસ કોરે સુનાવણી ના કરવા અંગે કોઈ કારણ આપ્યું નથી.  ત્યારે આ કેસને કાર્યવાહક મુખ્ય જસ્ટિસને રેફર કરવામાં આવ્યો છે.

જેથી હવે આઈએનએક્સ મીડિયા મામલે અન્ય બેંચ સુનાવણી કરશે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયાના પૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખરજી અને કાર્તિના સીએની પણ પૂછપરછ કરી છે. 2007માં આઈએનએક્સ મીડિયા પાસે લાંચ માગવાના આરોપ બાદ કાર્તિ વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે સીબીઆઈએ કાર્તિની 28 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી.

(7:47 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં ભાજપને નામોશીઃ ફુલપુર અને ગોરખપુર લોકસભાની બંને બેઠકો અખિલેશ યાદવનો સમાજવાદી ૫૦ હજારથી મતથી ઐતિહાસિક વિજય મેળવી ચૂકયો છે : સપા- બસપાની જોડીનો વિજય નિશ્ચિત access_time 6:08 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST

  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST