News of Tuesday, 13th March 2018

સુપરસ્ટાર રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે: આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા

નવી દિલ્હીઃ સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે ગયા છે. તેઓઅે જુદા-જુદા મંદિરોના દર્શન કરીને પોતાના આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

રવિવારે સવારે હિમાયલ પ્રદેશના પાલમપુર પહોંચી રજનીકાંતે કહ્યું કે તેઓ હાલમાં રાજકારણની વાત નહીં કરે. તેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમને પણ મળ્યા હતાં. ઉપરાંત બેજનાથના ઐતિહાસિક શિવ મંદિરે જઈ પ્રણામ કર્યા હતાં.

પાલમપુર પછી પહોંચતા અગાઉ તેઓ સિમલા પધાર્યા હતાં. હવે તેઓ ઋષિકેશ પણ જનાર છે. રજનીકાંત તેમના આધ્યાત્મિક ગુરુ યોગીરાજ અમર જ્યોતિ મહારાજને પણ મળ્યા હતાં અને તેમના આશિર્વાદ લીધા હતાં.

રજનીકાંત નિયમિતપણે આધ્યાત્મિક યાત્રાએ જાય છે. તેમણે 31 ડિસેમ્બરે રાજકારણમાં ઝંપલાવવાની તથા તમિલનાડુ વિધાનસભાની બધી જ 234 બેઠકો માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

(7:43 pm IST)
  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • બિહારની અરેરીયામાં લાલુના આરજેડી પક્ષનો વિજય નિશ્ચિતઃ ૫૮ હજાર મતે આગળ access_time 6:07 pm IST

  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST