Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અેનડીઓમાં ભંગાણનો સિલસીલો આગળ વધે તેવી શક્યતાઃ હવે અકાલી દળ પણ અલગ ચોક્કો જમાવવા તૈયાર થયું

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વમાં વર્ષોથી અેનડીઅેનું ગઠબંધન ચાલતુ રહ્યું હતું. અગાઉ વિપક્ષમાં ઉપરાંત હાલમાં ભાજપની કેન્‍દ્રમાં પૂર્ણ બહુમતિ હોવા છતાં પણ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં અેનડીઅેના ગઠનવાળી સરકાર ચલાવાઇ રહી છે. પરંતુ અેનડીઅેના આ સંગઠ્ઠનમાંથી અેક પછી અેક સાથી પક્ષો સાથ છોડી રહ્યા છે. અગાઉ શિવસેના, ત્‍યારબાદ ટીડીપી અને હવે અકાલી દળ પણ અેનડીઅે છોડવાનું વિચારી રહ્યું છે.

હાલમાં જ દિલ્હીની શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના વડા મનજિતસિંહે કરેલી ભાજપની ટીકા છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શીખવિરોધી નીતિઓ ધરાવે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના પગલે મનજિતસિંહે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમનો આક્ષેપ હતો કે ટુડો ભારતના શીખોને રાજી કરવા આવ્યાં હતાં.

જો કે આ ઘટનાને એટલે ટાંકવામાં આવી છે કે કારણ કે ગુરુદ્વારા શીખ પ્રબંધક કમિટી પર અકાલી દળનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમજ તેની મરજી વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવું તેમની માટે અશક્ય છે. તેમજ આ ટીકા પાછળ પ્રકાશસિંહ બાદલના પરિવારની મરજી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે વર્ષ ૧૯૯૬માં પ્રકાશસિંહ બાદલે વાજપેઈ સરકારને બિનશરતી ટેકો આપ્યો હતો. જયારે પીએમ મોદીને પણ બિનશરતી સમર્થન આપ્યું છે. જો કે સમર્થન આપતી વખતે પણ તેમણે કહ્યું હતું કે અમારો પક્ષ નાનો છે તેથી અમે વધારે માંગ નથી કરી રહ્યા.

જો કે કેનેડામાં શીખોના રાજકારણ સાથે અકાલીદળને સીધો સંબધ છે. તેથી કેનેડા વડાપ્રધાનની ભારત યાત્રા બાદ ભાજપ અને અકાલી દળના સબંધોના તિરાડ પડે તેવી શક્યતા ઉભી થઈ છે. તેવા સમયે જોવાનું એ રહેશ કે ભાજપની આગેવાનીવાળા એનડીએમાંથી બીજો કયો પક્ષ ફેડો ફાડવામાં આતુર છે.

(5:47 pm IST)
  • બિહારની અરેરીયામાં લાલુના આરજેડી પક્ષનો વિજય નિશ્ચિતઃ ૫૮ હજાર મતે આગળ access_time 6:07 pm IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST

  • કેરળનો સાથી પક્ષ એનડીએ મોરચો છોડી ગયો : ઉત્તરપ્રદેશમાં પડેલા તમાચાને પગલે ભાજપને બીજો મોટો ફટકો : શિવસેના - ટીડીપી - અકાલી અને જીતનરામ માંજીના બળવા પછી ભાજપને વધુ એક લપડાક access_time 5:13 pm IST