Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

યુજીસી-નેટ ર૦૧૮ની પરીક્ષા પધ્ધતી બદલાઇઃ પેપર-૧ એક કલાકનું રહેશે

પેપર નં. ર અને ૩ ભેગા કરી ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો રહેશેઃ પેપર નં. રનો સમય બે કલાક રહેશે

નવી દિલ્હી, તા., ૧૩: લોકસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજયકક્ષાના એચઆરડી મંત્રી સત્યપાલસિંહે યુજીસી-નેટની પરીક્ષામાં બદલાવ આવી રહયાનું સ્વીકાર્યુ હતું. નેટની રિવ્યુ કમીટીએ પરીક્ષા પધ્ધતી અને ઉમેદવારની એઇજ લીમીટમાં ફેરફાર સુચવ્યો હતો.

પહેલા બે પેપર ઓબ્જેકટીવ પ્રકારના જ રહેશે. જનરલ અવેરનેસનું પ્રથમ પેપર પ૦ ફરજીયાત પ્રશ્નો (દરેક પ્રશ્નના બે માર્ક) નું રહેશે. પેપર નં. ૧ માં ૧૦ પ્રશ્નો માટે ઉમેદવારને પસંદગી મળશે. હાલનો સવા કલાકનો સમય ઘટાડીને એક કલાકનો થશે. પેપર નં. ૧ના માર્ક ૧૦૦ રહેશે.પેપર નં. ર અને ૩ ને ભેગા કરી પેપર નં. રમાં ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો જેના દરેકના માર્ક ર રહેશે. પેપરનો સમયગાળો બે કલાક અપાશે. આ ઉપરાંત જેઆરએફમાં ઉમેદવારી માટેની મહતમ ઉંમર ર વર્ષ વધારાશે. એટલે કે ર૮ થી ૩૦ વર્ષ કરાશે. શેડયુલ કાસ્ટ, શેડયુલ ટ્રાઇબ, વિકલાંગ અને નોન ક્રીમીલેયરમાં આવતી બીજી પછાત જાતીઓ અને મહિલાઓને ઉંમરમાં પાંચ વર્ષની છુટછાટ અપાશે તેમ લેખીત જવાબ અપાયો હતો.

(4:00 pm IST)