Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ટોચના મહાનુભાવોએ વિદેશ યાત્રાના ૩૧ અબજ રૂપિયા ચૂકવ્યા જ નથી !

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નુકશાનમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાના અંદાજીત ૩૨૬ કરોડ રૂપિયા બાકી છે. વિવિધ મંત્રાલયોના વિવિઆઈપીની વિદેશ યાત્રાઓના ચાર્ટર્ડ ફલાઈટના બિલની આ બાકી રકમ છે જે ચુકવાઈ નથી.

દેશની રાષ્ટ્રીય હવાઈ સેવા જો ખાનગીકરણની સીમા પર છે અને સેવાનિવૃત કોમોડોર લોકેશ બત્રા દ્વારા માહિતીના અધિકારી (આટીઆઈ) અંતર્ગત માહિતી માગવામાં આવેલી માહિતીના જવાબમાં વિભન્ન મંત્રાલયોની ખબર પડી છે કે, ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી કેન્દ્ર સરકારના અલગ- અલગ મંત્રાલયો પર વીવીઆઈપી ચાર્ટર્ડ ફલાઈટના ૩૨૫.૮૧ કરોડ રૂપિયાનું બિલ બાકી છે.

કુલ બાકી બિલોમાંથી ૮૧.૦૧ કરોડ રૂપિયાની ચુકવણી ગત નાણાકીય વર્ષનું છે, ૨૪૧.૮૦ કરોડ આ વર્ષના છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જેવા વીવીઆઈપીની વિદેશ યાત્રાઓ માટે ચાર્ટર્ડ વિમાન એર ઈન્ડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એર ઈન્ડિયા પોતાના વ્યવસાયીક જેટ વિમાનમાં જ આ વીવીઆઈપીની જરૂરતોને અનુરૂપ સંશોધન કરે છે.અન્ય બાકી બિલ રક્ષા મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલયના કોષથી ચુકાવાશે. એર ઈન્ડિયાથી પ્રાપ્ત જવાબમાં કહેવાયું છે કે સૌથી મોટી બાકી રકમ ૧૭૮.૫૬ કરોડ રૂપિયા વિદેશ મંત્રાલયના નામે છે, જે પછી કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રી કાર્યાલય ઉપર ૧૨૮.૮૪ કરોડ રૂપિયા અને રક્ષા મંત્રાલય પર ૧૮.૪૨ કરોડની દેવાદારી બાકી છે.જવાબથી ખબર પડે છે કે, ૪૫૧.૭૧ કરોડ રૂપિયાના બિલ જુના હતા. જયારે ૫૫૩.૦૧ કરોડ રૂપિયા આ વર્ષે જારી કરાયા હતા. એ રીતે કુલ ૧૦૦૪.૭૨ કરોડ રૂપિયા થયા. જેમાંથી સરકારને ૬૭૮.૦૧ કરોડની ચુકવણી આ વર્ષે થઈ, ચુકવણીની રકમમાં ૩૬૭.૭૦ કરોડ રૂપિયાની ચુકવણી ગત વર્ષની બાકી રકમ રૂ.૪૫૧.૭૧ કરોડના અવેજમાં કરાઈ હતી અને ૩૧૧.૨૩ કરોડનું ચુકવણું આ વર્ષે ૫૩૩.૦૧ કરોડ રૂપિયાના બિલોમાં કરવામાં આવ્યું છે. આ રીતે ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી સરકાર પર એર ઈન્ડિઁયાના બંને વર્ષોની બાકી રકમ મળીને રૂ.૩૨૫.૮૧ કરોડ રૂપિયા થાય છે.

(3:59 pm IST)
  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • ઉત્તરપ્રદેશમાં ભાજપને નામોશીઃ ફુલપુર અને ગોરખપુર લોકસભાની બંને બેઠકો અખિલેશ યાદવનો સમાજવાદી ૫૦ હજારથી મતથી ઐતિહાસિક વિજય મેળવી ચૂકયો છે : સપા- બસપાની જોડીનો વિજય નિશ્ચિત access_time 6:08 pm IST