Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

મુંબઈ : કિશાન રેલીને બદનામ કરવામાં ભાજપનું આઈટી સેલ નિષ્ફળ નિવડ્યુ?

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર કિસાન રેલીએ જોરદાર રંગ જમાવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનું આઈટી સેલ આ રેલીને બદનામ કરવામાં લાગ્યું હતું. પોતાની વાતને સમર્થન આપવા માટેતેમણે મંત્રણાના ૨૨ પેજવાળા ગૂગલના ડોક્યુમેન્ટ મુક્યા હતા. ડોક્યુમેન્ટમાં રાજ્યની અનેકેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ અંગે મંત્રણાઓના મુદ્દા ટાંક્યાહતા અને સાબિત કરવાના પ્રયાસો થયા હતા કે આ રેલી ખેડૂતો અને ડાબેરીઓ સમ'થત છે.

જ્યારે નાસિકથી મુંબઇ સુધી ૪૦,૦૦૦થી વધુ ખેડૂતો આવી પહોંચ્યા ત્યારે ફડનવીસનીઆગેવાનીવાળી સરકાર તેને અવગણવા માગતી હતી. કિસાન રેલી મુંબઇ પહોંચી તેનાઆગલા દિવસે સોશિયલ મીડિયા પર ખેડૂત રેલી વિરૂદ્ધ ઘણો મસાલો મુકાયો હતો. જોકે,સોમવારે સોશિયલ મીડિયા સહિત મીડિયામાં પણ ખેડૂત રેલીને ભારે સમર્થનને જોતા ભાજપડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું હતું. આ દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પુનમમહાજને ટીવી ખેડૂતોને શહેરી માઓવાદી ગણાવ્યા હતા. આવી ટિપ્પણીઓ બાદ ફરી ભાજપની સોશિયલ મીડિયા આર્મી અને પેઇડ ટ્રોલ્સ ફરી સક્રીય થઇ ગયા હતા તેવું પ્રસિદ્ધ થયુ છે.

(1:03 pm IST)
  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • મોરબીમાં ખાનગી શાળામાં પરિક્ષા આપી રહેલ વિદ્યાર્થીની બેભાન બની જતાં ૧૦૮ દ્વારા ટૂકી સારવાર અપાઈ બાદમાં પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા માટે બેસાડવામાં આવી access_time 5:14 pm IST

  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST