Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ટીડીપી સાંસદ શિવપ્રસાદે લોકસભામાં તમામ મર્યાદા તોડીઃ ઘુંઘરૂ, શંખ, વાંસળી પછી શહેનાઈ વગાડી !

નવી દિલ્હી, તા. ૧૩ :. ટીડીપી સાંસદ શિવપ્રસાદે સોમવારે લોકસભામાં તમામ મર્યાદાઓ નેવે મુકી હતી. શૂન્યકાળ દરમિયાન સાંસદે સતત શહેનાઈ વગાડી હતી. આ પહેલા સદનમાં ઘુંઘરૂ, શંખ, વાંસળી વગાડીને અગાઉ તેઓ વિરોધ પ્રગટ કરી ચૂકયા છે. તેઓએ સ્પીકર સુમિત્રા મહાજન અને મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવના કાન પાસે શહેનાઈ વગાડી હતી. આ કારણે મહાસચિવ પરેશાન થઈ ગયા હતા. જો કે સરકાર અને હોદ્દા પર બિરાજમાન કોઈએ આ વ્યવહાર ઉપર વિરોધ પ્રગટ કર્યો ન હતો. શિવપ્રસાદ બજેટ રજૂ થયા બાદ ઘણી વખત આવો વિરોધ કરી ચૂકયા છે.

(11:31 am IST)