News of Tuesday, 13th March 2018

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના ૨૦૨૦ સુધીમાં પોતાના વિમાન હશે

નવી દિલ્હી તા. ૧૩ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત ત્રણ ટોચના મહાનુભાવો માટે ૨૦૨૦ની શરૂઆતમાં બિલકુલ નવાનક્કોર ખાસ વિમાન તૈયાર થઈ જશે.ઙ્ગ

એર ઇન્ડિયાએ હમણાં જ ૨ બોઈંગ ૭૭૭-૩૩૦ વિમાનો ખરીદ્યા છે જેને વીઆઈપી ના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યાં છે.ઙ્ગ

તેમાં પત્રકારો માટે એક રૂમ રાખવામાં આવ્યો છે. તાકીદની મેડીકલ સેવાઓ માટે પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.ઙ્ગ

એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં વાઇ-ફાઇની સુવિધા પણ રહેશે અને મિસાઇલથી તેના ઉપર હુમલો ન થઈ શકે તેવી સુરક્ષાઓ થી સજ્જ હશે.

બોઈંગ ૭૭૭ વિમાન ભારતથી અમેરિકા સુધી, વચ્ચેઙ્ગ કયાંય પણ રોકાયા વિના મુસાફરી કરી શકે તેટલું ઇંધણ તેમાં ભરી શકાશે. સરકાર આ વિમાનોને એર ઇન્ડિયા પાસેથી ખરીદશે.(૨૧.૯)

(10:15 am IST)
  • લોકસભાના ચાલુ બજેટ સત્રમાં : આજે આર્થિક અપરાધ ખરડા ઉપર ચર્ચા થવા સંભાવનાઃ બન્ને ગૃહમાં ૮ દિવસથી ધમાલ ચાલુઃ મોદી સરકારે ૧ર માર્ચે લોકસભા દેશ છોડી ફરાર થયેલા આર્થિક ગુન્હેગારોની સંપત્તિ કબ્જે કરવા બાબતે ખાસ બીલ રજૂ કરેલ છે access_time 4:55 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST