Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુપ્રસિધ્ધ ગાયક આદિત્ય નારાયણની ધરપકડઃ રિક્ષાને ઉડાડીઃ બેને ઇજા

મુંબઇ તા. ૧૩ : થોડા સમય પહેલાં એક ખાનગી એરલાઈન્સના કર્મચારી સાથે ગેરવ્યવહાર માટે ચર્ચામાં આવેલ જાણીતા ગાયક આદિત્ય નારાયણની ધરપકડ થઈ છે.

આ વખતે મુંબઈના વર્સોવા ખાતે આદિત્યની મોટરે એક રિક્ષાને અડફેટે લેતા તેમાં બેઠેલા એક મહિલા અને રિક્ષા ચાલકને ઇજા થઈ હતી. પોલીસે આદિત્ય વિરૂદ્ઘ આઈપીસીની ધારાની કલમ ૨૭૯ અને ૩૩૮ હેઠળ કેસ દાખલ કર્યો છે.ઙ્ગ

આ પહેલા એક ખાનગી એરલાઈન્સના કર્મચારી સાથે ધમકી ભરેલ સૂરમાં ઝઘડી પડતા કહેલ કે મુંબઇ જઇને તને જોઈ લઈશ તારી ચડ્ડી ઉતારી ના લઉં તો મારું નામ આદિત્ય નારાયણ નહીં,ઙ્ગ જો કે તુરત જ ગ્રાઉન્ડ સ્ટાફની માફી માંગી લેતા પાછળથી તેને બોર્ડિંગ પાસ આપી જવાઙ્ગ દેવામાં આવ્યો હતો.ઙ્ગ(૨૧.૯)

 

(10:15 am IST)