Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભારતના નબળી આંખો ધરાવતા વિદ્યાર્થીઓની વહારે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ઇશાન અગરવાલ : નોનપ્રોફિટ પ્રોજેકટ ‘‘સિ વેલ, ડુ વેલ'' શરૂ કર્યો : જરૂરીયાતમંદ ૩૦૦૦ બાળકોને નવી દૃષ્‍ટિ અપાવવા ચશ્‍મા મોકલ્‍યા

ઇલિનોઇસ :  ભારતમાં નબળી આંખો ધરાવતા વિદ્યાર્થીઓની વહારે આવવાનું અમેરિકામાં વસતા ભારતીય મુળના એક વિદ્યાર્થી ઇશાન અગરવાલએ બીડુ ઝડપ્‍યું છે.

ઇલિનોઇસની હાઇસ્‍કુલનો આ સિનીયર વિદ્યાર્થી ખુદ ર ફૂટ દૂરથી વાંચી શકતો નહોતો. તેથી આવી નબળી આંખો ધરાવતા ભારતના બાળકોની કેવીે દશા થતી હશે તેનો વિચાર આવતા તેણે નોનપ્રોફિટ પ્રોજેકટ ‘‘સિ વેલ, ડુ વેલ'' શરૂ કર્યો છે. ઇશાનના મંતવ્‍ય મુજબ ભારતની સ્‍કુલોમાં જતા બાળકોની આંખોની ચકાસણી મોટા ભાગે થતી નથી. તેથી તેઓ નબળી આંખો હોવાથી અભ્‍યાસથી વંચિત રહી જાય છે. આથી તેણે ઉપરોકત નોનપ્રોફિટ પ્રોજેકટ દ્વારા ભારતના ૩ હજાર વિદ્યાર્થીઓને નવી દૃષ્‍ટિ આપવાની સાથે ૧૭૭ ચશ્‍મા મોકલી આપ્‍યા હતા તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:38 pm IST)