Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બ્રિટનમાં વધુ એક શીખ યુવાન પર જાતિવાદી હૂમલોઃ પાઘડી પહેરી હોવાથી નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દેવાયો

નોર્ટિંઘમશાયરઃ બ્રિટનમાં શીખ યુવાનો ઉપર જાતિવાદી હૂમલાનો વધુ ક બનાવ બનવા પામ્‍યો હતો. કેમ કે, પાઘડી પહેરેલા ક શીખ યુવાનને નાઇટ ક્લબમાં પ્રવેશવાની બાઉન્‍સરો સ્‍પષ્‍ટ ના પાડીને પાઘડી ઉતારીને ક્લબમાં પ્રવેશવા ફરજ પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને વચ્‍ચે સંઘર્ષ થયેલ. અંતે બાઉન્‍સરો આ શીખ યુવાનને ક્લબની બહાર ફેંકી દીધો હતો.

નોર્ટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં એક શીખ લૉ સ્ટુડન્ટે પાઘડી પહેરી હોવાના કારણે નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો. યુકે મીડિયા રિપોર્ટ અનુસાર, અમરીક સિંહ શનિવારે મિત્રો સાથે નાઇટ ક્લબમાં ગયો હતો. અહીં બાઉન્સરે અમરીકને પાઘડી ઉતારવાનું કહ્યું હતું. અમરીકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો.

જે પછી અહીંના બાઉન્સરે તેને નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. અત્રે નોંધનીય છે કે, પહેલાં પણ ફેબ્રુઆરીમાં બ્રિટન સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ વંશીય હુમલાનો શિકાર થયા હતા. જાતિવાદી હુમલો કરનાર શખ્સે તેમની પાઘડી ખેંચી હતી.

અમરિકને નાઇટ ક્લબમાં પ્રવેશ સમયે કહેવામાં આવ્યું કે, અહીંની પોલિસી હેઠલ તમે માથા પર કંઇ પણ પહેરીને જઇ ન શકો. જો તેને નાઇટ ક્લબમાં બેસવું હોય તો પાઘડી ઉતારવી પડશે. આ અંગે અમરિકે કહ્યું કે, મેં બાઉન્સરને રિક્વેસ્ટ કરી કે, પાઘડી મારાં વાળની સુરક્ષાની સાથે જ મારા ધર્મનો હિસ્સો છે. મને પબ્લિક પ્લેસ પર પાઘડી પહેરવાની મંજૂરી છે. જોકે તેની બાઉન્સર પર કોઇ અસર થઇ ન હતી. આ ઉપરાંત મને મારાં મિત્રોથી અલગ કરી દેવામાં આવ્યો અને ઢસડીને નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો.

સોશિયલ સાઇટ પર અમરિકે લખ્યું, મને આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. મેં પાઘડી ઉતારવાની ના કહી તો મને બહાર કાઢી મુક્યો. મારી ધાર્મિક માન્યતાઓના કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે. વધુમાં અમરિકે લખ્યું છે કે, હું અને મારાં પિતા બ્રિટનમાં જન્મ્યા છીએ અને અહીંની માન્યતાઓનું સંપુર્ણ સન્માન કરીએ છીએ. સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી હતી. જે અત્યંત દુ:ખદાયક છે.

આ અગાઉ ફેબ્રુઆરીમાં બ્રિટનની સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ રવનીત સિંહ પર જાતીય હુમલો થયો હતો. હુમલાખોરે રવનીતની પાઘડી ખેંચી અને કહ્યું હતું કે, "મુસ્લિમ ગો બેક !" ખાસ વાત એ હતી કે, રવનીત તેના સાથી જસપ્રિત સિંહની સાથે સાંસદ તનમજીત ઘેસીને મળવાની રાહ જોઇ રહ્યા હતા. તેઓ પર્યાવરણ પર કામ કરતી ચેરિટી સંસ્થા ઇકોશીખની બ્રિટનમાં સ્થાપના કરવાની વાત કરવા જઇ રહ્યા હતા.

(5:29 pm IST)
  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST