Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મુંબઇમાં મનસેના કાર્યકરોએ ગેરકાયદે પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમોની પકડી પોલીસને સોંપ્યા

ભાજપે રાષ્ટ્રીય હિતના નામે મનસેના આ પગલાંને આવકાર્યું

મુંબઈ: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો મુંબઈમાં ગેરકાયદેસર પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમો પર દરોડા પાડી રહ્યા છે. મનસેના કાર્યકરોએ મુંબઈના ડીબી માર્ગ, બોરીવલી, દહિસર, થાણે અને વિરારથી 50 થી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા અને પોલીસને હવાલે કર્યા.હતા  ભાજપે રાષ્ટ્રીય હિતના નામે મનસેના આ પગલાંને આવકાર્યું છે. રાષ્ટ્રીય હિતના નામે કરવામાં આવી રહેલી આ કાર્યવાહીએ ભાજપ અને મનસે નવા રાજકીય સમીકરણને જન્મ આપશે કે કેમ તે સવાલો ઉભા કર્યા છે.
 તેમના પક્ષનો ચહેરો બદલતા, રાજ ઠાકરે, જે હિન્દુત્વના માર્ગ પર હતા, 9 ફેબ્રુઆરીએ મુંબઇમાં મહારેલીનું આયોજન કર્યું હતું  આ રેલીનો મુખ્ય મુદ્દો હિંદુ હતો રેલી જીમખાનાથી મુંબઈના મરીન ડ્રાઈવથી આઝાદ મેદાન તરફ લઈ જવાઈ હતી , તેનો મુદ્દો ભારતમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમોને ગેરકાયદેસર રીતે બહાર કાઢવાનો હતો  અને રાષ્ટ્ર હિતની વાત કરતા રાજ ઠાકરેએ આ ઘુસણખોરોને રાષ્ટ્ર માટે ખતરો ગણાવ્યો હતો અને ધમકી આપી હતી કે અમે આંદોલન કરીને આંદોલનનો જવાબ આપીશું, પથ્થરનો જવાબ આપવામાં આવશે અને તલવારનો જવાબ તલવારથી આપવામાં આવશે

(1:03 am IST)