Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીપદે કેજરીવાલની નિમણુંક : અન્ય છ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે

શપથગ્રહણને લઈ જાહેરનામુ બહાર પાડયુ

 

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના શપથગ્રહણને લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કર્યા છે. આ શપથગ્રહણમાં અરવિંદ કેજરીવાલની સાથે સાથે અન્ય 6 ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેશે.

   એક સત્તાવાર જાહેરાત અનુસાર રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીની સલાહ બાદ દિલ્હી સરકારના મંત્રીઓ તરીકે 6 ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલની સાથે શપથ લેશે. જેમાં મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ સામેલ છે.

   એક અલગ પ્રસ્તાવમાં કહ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સાથે સાથે તેમના મંત્રીપરિષદના મંત્રીઓના રાજીનામા સ્વિકારી લીધા છે. જો કે, ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ કામ કરતા રહેશે, જ્યાં સુધી નવા મુખ્યમંત્રીના શપથ ન થાય.

 અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 62 સીટ મળી છે. જ્યારે બાકીની આઠ સીટ પર ભાજપ જીત્યું છે, જ્યારે કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ છે.

(11:52 pm IST)