Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

યલગાર પરિષદ મામલો કેન્દ્રને સોંપવાની ઉદ્વવ ઠાકરેના નિર્ણયથી શરદ પવાર નાખુશ

મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારના યલગાર પરિષદ મામલાને કેન્દ્રને સોંપવાના નિર્ણય પર એનસીપી પ્રમુખ શરદ પવારએ નાખુશી બતાવી છે. પવારએ કહ્યું છે કે કેન્દ્રના એનઆઇએને યલગાર પરિષદ મામલો આપવાનો નિર્ણય અનુચિત હતો પણ આનાથી વધારે અનુચિત આ છે કે રાજય સરકારએ આને મંજુરી આપી દીધી. પવારએ કહ્યું છે કે કાનુન અને વ્યવસ્થા બનાવી રાખવા એક રાજયનો વિષય છે.

ગયા વર્ર્ષે મહારાષ્ટ્ર ચુંટણી પછી રાજયમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બની હતી એ પછી આ મામલો પ્રથમ છે. જયારે ઉદ્વવ ઠાકરેના કોઇ નિર્ણય પર શરદ પવારએ નાખુશી દર્શાવી છે. મહારાષ્ટ્ર સરકારએ કહ્યું હતું કે યલગાર પરિષદ મામલાની તપાસ એનઆઇએ દ્વારા પોતાના હાથમા લેવા પર એને કોઇ આપતિ નથી. કેન્દ્ર સરકારએ ગયા મહિને મામલાની તપાસ પુના પોલીસથી લઇ એનઆઇએએ સોંપી હતી.

એનસીપી પ્રમુખ શરદ પવારએ કોલ્હાપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કાનુન વ્યવસ્થા બનાવી રાખવા એક રાજયનો વિષય છે. રાજયના અધિકારો પર અતિક્રમણ કરવું અને આ કદમ માટે મહારાષ્ટ્ર સરકારનું સમર્થન અધિક અનુચિત છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને એનસીપીનેતા અનિલ દેશમુખએ કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ મંજુરી આપવા માટે  પોતાની વિવેકાધીન શકિતઓનો ઉપયોગ કર્યો. દેશમુખએ કહ્યું કે હજુ પણ આ વાતની સહતમ છે કે એનઆઇએને તપાસ સોંપતા પહેલા કેન્દ્રએ રાજય સરકારને વિશ્વાસમાં લેવી જોઇતી હતી.

(10:05 pm IST)