Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ર૩ જુનથી શરૂ થશે પવિત્ર અમરનાથ યાત્રાઃ એક એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

પવિત્ર અમરનાથ યાત્રાની તારીખની ઘોષણા થઇ ગઇ છે. યાત્રાની શરુઆત ર૩ જુનથી થશે અને આનુ સમાપન  ૩ ઓગસ્ટના થશે. આ યાત્રા ૪ર દિવસ સુધી ચાલશે. આ દિવસે રક્ષાબંધન પણ છે. ગયા વખતે આ યાત્રા ૪૬ દિવસ સુધી ચાલી હતી. દિલચશ્પ એ છે કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી આ પ્રથમ અમરનાથ યાત્રા છે. યાત્રાને શરૂ કરવાનો નિર્ણય અમરનાથ શ્રાઇન બોર્ડની મીટિંગમા થયો. આ મિટીંગની અધ્યક્ષતા ઉપરાજયપાલ જીસી મુર્મુ કરી રહ્યા હતા.

જે લોકો યાત્રામાં સામેલ થવા માંગે છે એમની નોંધણી એક એપ્રિલથી શરૂ થશે. બતાવી  દઇએ કે વચ્ચે કાશ્મીરમા  શરુ થયેલ સમસ્યાઓને જોતા થોડા સમય માટે યાત્રા પર અસર થયેલ પણ હવે આ યાત્રા ફરીથી શરૂ થવા જઇ રહી છે.

(10:02 pm IST)