Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઓમર અબ્દુલ્લા : બહેનની અરજી મુદ્દે જવાબની માંગ

વહીવટીતંત્ર પાસેથી જવાબની માંગ

નવી દિલ્હી, તા.૧૪ : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી-નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાના મામલામાં સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને નોટિસ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા પાયલોટને લોક સુરક્ષા  કાનૂન હેઠળ પોતાના ભાઈ ઓમર અબ્દુલ્લાની કસ્ટડીને પડકાર ફેંક્યો હતો. કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને બીજી માર્ચ સુધી જવાબ આપવા માટે આદેશ કર્યો છે. અલબત્ત સારા અબ્દુલ્લાએ મામલા પર કોઇ તરત ચુકાદો આપવા રજૂઆત કરી હતી જેને લઇને કોર્ટે તેમની વાત સ્વિકારી નથી. આનો મતલબ એ થયો કે, ઓમર અબ્દુલ્લાને હજુ બીજી માર્ચ સુધી કસ્ટડીમાં રહેવાની જરૂર રહેશે. ઓગસ્ટ મહિનામાં કલમ ૩૭૦ની નાબૂદી બાદથી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબુબા નજરકેદમાં છે.

(8:03 pm IST)