Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

AGR ચુકાદા વચ્ચે સેંસેક્સ ૨૦૨ પોઇન્ટ સુધી ઘટી ગયો

સેંસેક્સ ઉથલપાથલ વચ્ચે ૪૧૨૫૮ની સપાટીએ : એજીઆર ચુકાદાની વચ્ચે વોડા-આઈડિયાના શેરમાં ૨૫ ટકાથી વધારેનો ઘટાડો થતાં કારોબારીઓ હચમચી ઉઠ્યા

મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં તીવ્ર વેચવાલીનું મોજુ આજે જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ને લઇને હોબાળો મચેલો છે. બીએસઈ સેંસેક્સ આજે ૨૦૨ પોઇન્ટ ઘટીને ૪૧૨૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં બેંચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૬૧ પોઇન્ટ ઘટીને ૧૨૧૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. ટેલિકોમ કંપનીઓની વાત કરવામાં આવે તો વોડાફોન-આઈડિયાના શેરમાં ૨૩ ટકાનો ઘટાડો રહેતા જોરદાર ઘટાડો રહ્યો હતો. આજે કારોબારના અંતે ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. એજીઆર ચુકવણી અંગે ચુકાદા બાદ ટેલિકોમ કંપનીઓમાં ઉથલપાથલ રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં આજે ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો.દરમિયાન આજે ટેલિકોમ કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો હતો.

           એકબાજુ કારોબારના અંતે એરટેલના શેરમાં ફરી એકવાર સુધારો થયો હતો પરંતુ વોડાફોનના શેરમાં ૧૭.૪૧ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ફાઈનાન્સિયલ અને બેંકિંગ શેરોમાં નિર્ણયની અસર જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૮૩ રહી હતી. નિફ્ટી બેંકમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સ ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે ૧૦૬ પોઇન્ટ ઘટીને ૪૧૪૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. 

        બ્રોડર નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૨૧૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો.  વિદેશી મૂડીરોકાણકારોએ સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ખરીદીનો માહોલ અપનાવ્યો છે અને જંગી રોકાણ કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં રોકાણકારોએ ૫૧૭૭ કરોડ રૂપિયા રોક્યા છે. એકબાજુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૫૧૭૭ કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૬૩૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જો કે, આ ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેના પરિણામ સ્વરુપે કુલ રોકાણનો આંકડો ૫૧૭૭.૪૪ કરોડનો રહ્યો છે. મૂડીરોકાણના મોરચા પર કારોબારીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ રહેલી છે. શેરબજારમાં કારોબારીઓ વૈશ્વિક ઘટનાક્રમની સાથે સાથે સ્થાનિક પરિબળો ઉપર નજર રાખી રહ્યા છે.

શેરબજારની સ્થિતિ.....

મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ વધુ ૨૦૨ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. મૂડીરોકાણકારો કોરોના વાયરસના ક્ષેત્રને લઇને મુલ્યાંકન કરી રહ્યા છે.

સેંસેક્સમાં ઘટાડો

 ૨૦૨ પોઇન્ટ

સેંસેક્સની સપાટી

 ૪૧૨૫૮

ઇન્ડસઇન્ડ બેંકમાં ઘટાડો

 ૪ ટકા

ભારતી એરટેલમાં ઉછાળો

 ૫ ટકા

નિફ્ટીમાં ઘટાડો

 ૬૧ પોઇન્ટ

નિફ્ટીની સપાટી

 ૧૨૧૧૩

વોડાફોન-આઇડિયામાં ઘટાડો

 ૨૩ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો

 ૦.૮ ટકા

સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો

 ૦.૪ ટકા

સ્મોલકેપમાં સપાટી

 ૧૪૬૮૩

 અક્સ ઓપ્ટીફાઇબરમાં ઘટાડો

 ૩.૮૮ ટકા

(7:58 pm IST)