Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સુષ્‍મા સ્વરાજનની આજે જન્મજયંતિઃ સંકટ મોચન ઓપરેશન દ્વારા ૬ મિનીટમાં જીવ બચાવ્યો હતો

નવી દિલ્હી: ભારતીય રાજકારણની દુનિયામાં સુષમા સ્વરાજ એક એવું નામ છે જે અવિસ્મરણીય પણ છે અને અમર પણ. આ રાષ્ટ્રવાદનો નમ્ર ચહેરો જ્ઞાન-વિજ્ઞાન અને આધ્યાતિમિકતાની સમૃદ્ધિથી પરિપૂર્ણ હતા. આજે સુષમા સ્વરાજનો આજે જન્મદિવસ છે. તે ના ફક્ત બધાની વ્હાલી નેતા હતી, પરંતુ વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માએ 'સંકટ મોચન' હતી. દેશની કદ્દાવર નેતા સુષમા સ્વરાજને આજે દરેક જણ યાદ કરી રહ્યું છે. તેમના જન્મદિવસના અવસર અપ્ર અમે તમને 'ઓપરેશન સંકટમોચન' વિશે જણાવી રહ્યા છીએ જે સાક્ષી છે સુષમા સ્વરાજ અને તેમના દ્વારા પહોંચાડવામાં આવેલી મદદ વિશે.  

સુષમા સ્વરાજે દક્ષિણ સૂડાનમાં શરૂ થયેલા ગૃહ યુદ્ધ દરમિયાન વર્ષ 2016માં ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વતન વાપસીમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનને 'ઓપરેશન સંકટમોચન' નામ આપવામાં આવ્યું. તેના દ્વારા સૂડાનથી 150 ભારતીયોને નિકાળ્યા. તેમાં 56 લોકો કેરના રહેવાસી હતા.

'ઓપરેશન સંકટ મોચન'

આ ઓપરેશન હેઠળ જનરલ વીકે સિંહ બે વિમાન લઇને સૂડાન પહોંચ્યા હતા અને લગભગ 150 ભારતીયોને એર લિફ્ટ કરી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુષમા સ્વરાજ લીબિયામાં સરકાર અને વિદ્વોહીઓ વચ્ચે શરૂ થયેલી જંગ દરમિયાન 29 ભારતીયોને ત્યાંથી સુરક્ષિત ભારત લઇને આવી હતી.

6 મિનિટમાં બચાવ્યો હતો જીવ!

'ઓપરેશન સંકટ મોચન'ના ઘણા પીડિતોમાંથી એક પીડિત પરિવાર છે મુંબઇનો દેઢિયા પરિવાર. મુંબઇની રહેવસી નેહા દેઢિયાએ જુલાઇ 2016માં સોશિયલ મીડિયા પર ટ્વિટર દ્વારા સુષમા સ્વરાજજીને પોતાના પતિ માટે મદદ માંગી હતી. નેહાના પતિ હિમેશ પોતાના વ્યાપારના સિલસિલે સાઉથ સૂડાન ગયા હતા અને ત્યાં જંગની સ્થિતિમાં બીજા ભારતીયો સાથે ફસાયેલા હતા.

એક ટ્વિટ પર પહોંચાડતી હતી મદદ

તેમણે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે હિમેશ એક ડાયબિટિસનો દર્દી છે અને તે સમયે તેમની પાસે ઇંસુલિન ખતમ થઇ હતી. સમય જતાં તેમણે દવા ન મળતી તો કદાચ તેમનો જીવ પણ જતો રહેતો. મુંબઇથી નેહાએ સુષમાજીને ટ્વિટ કર્યું અને ફક્ત 6 મહિનાની અંદર જ નેહાને જવાબ આપીને મદદ મોકલવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ ના ફક્ત હિમેશ સુધી દવા પહોંચાડવામાં આવી પરંતુ કેન્દ્ર સરકારે સૂડનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે ઓપરેશન સંકટમોચન પણ લોન્ચ કર્યું.

(4:51 pm IST)
  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST