Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વેલેન્ટાઇન વેચાણ દિવાળીના આંકડા જેવું બની ગયું એમેઝોન જેવી કંપનીઓ પર મહાકાય ઓર્ડર મુકી દેવાયા

ઇ-કોમર્સ માટે વેલેન્ટાઇન સિલ્વર લાઇનીંગ

નવીદિલ્હી, તા. ૧૪: વેલેન્ટાઈન ડેની ઉજવણી આજે દેશભરમાં પરંપરાગતરીતે કરવામાં આવી રહી છે. એમેઝોન જેવી મોટી ઇ-કોમર્સ કંપનીઓ માટે વેલેન્ટાઇન ડે હવે એક મોટા તહેવાર તરીકે છે. દિવાળીની જેમ જ આ પ્રસંગની ખરીદી થઇ રહી છે. મોટી ઇ-કોમર્સ કંપનીઓ માટે વેલેન્ટાઇન ડેની ખરીદી સિલ્વર લાઇનિંગ બની ગઇ છે. ૧૪મી એટલે કે આજે સવારે ડિલિવરી આપવા માટેની વિનંતી સાથે શ્રેણીબદ્ધ ઓર્ડરો આજે કરાયા હતા. ઇ-કોમર્સ કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે, મેટ્રો અને નાના શહેરો તરફથી મોટાપાયે ઓર્ડરો મળ્યા હતા અને ડિલિવરી માટેનો સમય આજે સવારે રાખવામાં આવ્યો હતો.

સસ્તી જ્વેલરી, ટેડીબીયરો, ગેજેટ, બુક સહિતની ચીજવસ્તુઓ માટેના ઓર્ડરો પહેલાથી જ આપવામાં આવ્યા હતા. ભારે ડિસ્કાઉન્ટ અને ઉંચી આવક હાલમાં હોવાના લીધે વેલેન્ટાઈન ડેની ખરીદીના આંકડા દિવાળીની ખરીદી જેવા રહ્યા હતા. અલબત્ત ખરીદીના કુલ આંકડા દિવાળીની નજીક રહેતા નથી પરંતુ સરેરાશ ઓર્ડરો મોટાપાયે મળ્યા છે. વેલેન્ટાઇન ડેની સિઝનમાં સરેરાશ ઓર્ડર ૩૦૦૦થી ૫૦૦૦ વચ્ચેના  રહે છે. દિવાળી દરમિયાન પણ આ પ્રકારના મોટા ઓર્ડરો મળે છે. ભારતની સૌથી મોટી ઇ-ટેલર કંપની પૈકીની એકના અધિકારીઓનું કહેવું છે કે, દિવાળી દરમિયાન સરેરાશ ખરીદી ૧૫૦૦ રૂપિયાની રહે છે. ઇકોમર્સ કંપનીઓ તમામ કારોબારીઓને તથા સામાન્ય લોકોને પ્રભાવિત કરવા માટે પહેલાથી જ સજ્જ હતી.  ઓનલાઈન કંપનીના વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે જેમાં જુદા જુદા પ્રકારના રમકડા, ગિફ્ટ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે. ગેજેટની પણ બોલબાલા રહી છે. આગામી દિવસે ડિલિવરી મળે તેવી ઇચ્છા પણ ઘણા લોકો રાખી રહ્યા છે.  ત્રણથી પાંચ કારોબારી દિવસે ડિલિવરીનો દોર જારી રહેશે. ચોક્કસ બાબતોને ધ્યાનમાં લઇને ૧૪મીના દિવસે જ ડિલિવરી મળે તેવી માંગ પણ ઘણા લોકોની રહી હતી અને આના માટે ઇ-કોમર્સ કંપનીઓએ તૈયારી પણ દર્શાવી હતી. વેલેન્ટાઇન ડે પ્રસંગે આજે સવારથી યુવા પેઢી સજ્જ દેખાઇ  હતી.  જુદા જુદા શોપિંગ મોલમાં હાઉસફુલની સ્થિતી રહી હતી. ખાસ કરીને રેડ રોજની માંગણી સૌથી વધારે સવારમાં જોવા મળી હતી. બીજી બાજુ જુદા જુદા પ્રકારની આકર્ષક ગિફ્ટની માંગ પણ રહી હતી.વેલેન્ટાઇન ડેના દિવસે બજારો અને હોટેલો સવારથી હાઉસફુલ છે.

ખરીદીનો ક્રેઝ વધ્યો...

¨ વેલેન્ટાઇન ડેની ખરીદી દિનપ્રતિદિન વધી રહી છે ¨ ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોન જેવી મહાકાય ઇ-કોમર્સ કંપનીઓ માટે વેલેન્ટાઇન ડેનું વેચાણ સિલ્વર લાઈનિંગ બન્યુ ¨ સવારમાં જ ડિલિવરી મળે તેવા ઓર્ડરો આપવામાં આવ્યા ¨ આગામી બે ત્રણ દિવસ સુધી ઇ-કોમર્સ કંપનીઓ માટે ડિલિવરીને લઇને તકલીફ રહેશે ¨ જ્વેલરી, ટેડીબીયર, જુદા જુદા ગેજેટ, પુસ્તકો, ગિફ્ટ આર્ટિકલ્સની બોલબાલા વધારે રહી ¨ વેલેન્ટાઈન ડેની સિઝનમાં સરેરાશ ઓર્ડર ૩૦૦૦થી ૫૦૦૦ વચ્ચેના રહ્યા ¨ દિવાળી જેવી ખરીદી લોકો દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો ¨ કસ્ટમરોને આકર્ષિત કરવા માટે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ અને એજ દિવસે ડિલિવરી માટેની તૈયારી પણ દર્શાવી

(4:07 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST