Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પોર્ટલની પળોજણને કારણે હજારો વેપારીઓને જીએસટીનું રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી

હજુ સુધી વાર્ષિક રિટર્નની યુટિલિટી ન મુકાતાં કરદાતા પરેશાન

નવી દિલ્હી તા. ૧૪ : દેશભરમાં જીએસટી લાગુ થયાને ૩૧ માસનો સમય વીતી ગયો હોવા છતાં દર મહિને જીએસટીઆર-૧ફાઇલ કરવા માટે દર મહિાની૧૦ અને ૧૧ તારીખે ૩-બી રિટર્ન ફાઇલ કરતી વખતે વેબસાઇટ ક્રેશ  થઇ જાય છે, જેના કારણે જિલ્લાના રપ હજારથી વધુ વેપારીને સમયસર રિટર્ન ફાઇલ ન થતાં દંડ ભરવો પડ ેછે.

મહિનામાં બે દિવસ પોર્ટલ મેન્ટેનન્સના બહાને બંધ રહે છે. વર્ષ ર૦૧૭-૧૮ નું રિટર્ન ફાઇલ કરવામાં પટેલી મુશ્કેલી વર્ષ ર૦૧૮-૧૯ માં યથાવત રહી છે. પોર્ટલ સરખું નહીં ચાલતાં જીએસટી બાર એસો.એ વિરોધ નોંધાવ્યો હોવા છતા પરિસ્થિતિમાં કોઇ ફરક પડયો નથલ. નાણાકીય વર્ષર૦૧૮-૧૯ ના રિટર્ન ડયુ થયાં હોવા છતાં હજુ સુધી તેની યુટિલિટી પોર્ટલ પર મુકાઇ નથી. છેલ્લી ઘડીએ યુટિલિટી મુકવામાં આવે છે, જેના કારણે તેમાં રહેલી ક્ષતિથી દોડાદોડી થઇ જાય છે. આટલો લાંબો સમય વીત્ય છતાં જીએસટી રિટર્ન ભરવામાં કરદાતાને પોર્ટનલી નબળી કામગીરીનો સામનો કરવો પડે છેે, જેનથી વિભાગની ક્ષતિ છતાં તેનો દંડ વગર વાંકે વેપારીને ભોગવવો પડેછે.જેનું ઉદાહરણ હજુ સુધી યુટિલિટી મુકાઇ નથી તે છે.

બાર એસોસીયેશન દ્વારા વાર્ષિક રિર્ટનની યુટિલિટી ચાલુ કરવા, ફોર્મ સરળ બનાવવા, રિ-કન્સિલેશન સ્ટેટમેન્ટની મુદત વધારવા હેલ્પ ડેસ્કની સુવિધા વધારવા સહિતની ર૧ રજુઆત વિભાગને કરવામાં આવી છે.પરંતુ પોટલની નબળી કામગીરી કે વેબસાઇટ હેંગ થવાની સમસ્યા યથાવત્ છે.

(4:02 pm IST)