Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રઘુવંશી દીકરી કુ.વિધિ જટનિયાનું નેશનલ સેમિનાર જયપુરમાં પ્રતિનિધિત્વ

રાજકોટઃ બેંક ઓફ બરોડા દ્વારા  જયપુર ખાતે આયોજીત સાર્વજનિક ક્ષેત્રની બૈંકો માટેનાં અખિલ ભારતીય હિન્દી સેમિનારમાં માં કેનરા બેંક રાજકોટનાં અધિકારી તેમજ રાજકોટ લોહાણા મહાજનનાં કારોબારી સભ્ય કુમારી વિધિ ચંદ્રકાંત જટનિયા એ પોતાનાં આલેખની પાવર પોઈન્ટ પ્રસ્તુતિ આપી. આ સેમિનારમાં ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલરની બનાવવા માટે વિભિન્ન ક્ષેત્રે સાર્વજનિક ક્ષેત્રની બેન્કો ની ભૂમિકા વિષય પર હતો, જેમાં ભારતીય રિજર્વ બેંક અને વિભિન્ન બેંક ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. આલેખો માંથી  ફકત શ્રેષ્ઠ ૧૨ આલેખને પ્રસ્તુતિ માટે પસંદ કરાયાં હતાં. સેમિનાર માં એકમાત્ર ગુજરાતી તરીકે પ્રતિનિધિત્વ કરવા માટે વિધિ જટનિયાને  અભિનંદન પાઠવાઈ રહ્યા છે.

(4:00 pm IST)
  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST