Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

AGR ચુકવવા આખરે ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો આદેશ

ડોટને ૧.૪૭ લાખ કરોડ ચુકવી દેવા માટેના આદેશથી ખળભળાટ : ૧૭ માર્ચ સુધી મહાકાય રકમ ચુકવી દેવા માટે આદેશ : આદેશ નહીં પાળવાની સ્થિતિમાં તિરસ્કારની કાર્યવાહી : વોડાફોન-આઈડિયા, એરટેલને મોટો ફટકો

નવી દિલ્હી,તા. ૧૪  : એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે કઠોર વલણ અપનાવીને ટેલિકોમ કંપનીઓને જોરદાર ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના આ વલણના કારણે ટેલિકોમ કંપનીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડના એજીઆરની ચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જોઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટે ૧૭મી માર્ચ સુધીમાં આ રકમ જમા કરવા માટે આદેશ કર્યો છે. ટેલિકોમ કંપનીઓ સામે પગલા નહીં લેવા માટેના તેના ડેસ્ક ઓફિસર દ્વારા પાસ કરવામાં આવેલા આદેશને પરત લેવા માટેનો પણ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, જો આદેશને પરત ખેંચવામાં આવશે નહીં તો સંબંધિત અધિકારીને જેલ ભેગા કરવામાં આવશે.

એજીઆર આદેશને નહીં પાળવા બદલ કોર્ટે વધુમાં કહ્યું છે કે, આ પ્રકારની સમસ્યા કોના દ્વારા ઉભી કરવામાં આવી રહી છે તે બાબત સમજાઈ રહી નથી. દેશમાં કોઇ કાયદા રહ્યા નથી. આનાથી સારી બાબત તો એ છે કે, દેશમાં રહેવું જોઇએ નહીં. આ પ્રકારની બાબતોથી દેશમાં ઘણી બધી બાબતોને લઇને દુવિધા ઉભી થઇ છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, એજીઆર કેસમાં સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી એક રૂપિયાની રકમ પણ જમા કરવામાં આવી નથી. ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેમાં ટોપ કોર્ટના આદેશને એજીઆરના મામલામાં સુધારો કરીને રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે પહેલાથી જ તેના અગાઉના ચુકાદામાં રિવ્યુની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વોડાફોન આઈડિયાને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે જ્યારે ભારતી એરટેલને ૩૫૫૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે જ્યારે એરટેલને પોતાના મોબાઇલ સર્વિસ બિઝનેસને વેચી દેનાર તાતા ટેલિસર્વિસને ૧૪૦૦૦ કરોડ ચુકવવાની જરૂર છે. એકમાત્ર રિલાયન્સ જીઓ દ્વારા ૬૦ કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવી હતી. આ રકમ અન્યો કરતા ખુબ ઓછી છે કારણ કે, કંપનીએ ૨૦૧૬માં તેના ઓપરેશનની શરૂઆત કરી હતી.

             સુપ્રીમ કોર્ટના આદેશને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી માર્ચ સુધી એજીઆર ચુકવી દેવા માટે ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ આદેશ કર્યો છે. સાથે સાથે તિરસ્કાર કાર્યવાહી કરવાની ધમકી આપી છે. સુપ્રીમે કહ્યું છે કે, કંપનીઓ અને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તિરસ્કારની કાર્યવાહી માટે પાત્ર રહેશે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ સહિત કંપનીઓને ૯૨૦ અબજ રૂપિયાથી વધુની રકમ ચુકવવાની જરૂર દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આજે લાલઆંખ કરી હતી. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટ ઉપર ૯૦ ટકા હિસ્સો ધરાવે છે.છે. ટેલિકોમ કંપનીઓ સામે પગલા નહીં લેવા માટેના તેના ડેસ્ક ઓફિસર દ્વારા પાસ કરવામાં આવેલા આદેશને પરત લેવા માટેનો પણ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, જો આદેશને પરત ખેંચવામાં આવશે નહીં તો સંબંધિત અધિકારીને જેલ ભેગા કરવામાં આવશે.

એજીઆર આદેશને નહીં પાળવા બદલ કોર્ટે વધુમાં કહ્યું છે કે, આ પ્રકારની સમસ્યા કોના દ્વારા ઉભી કરવામાં આવી રહી છે તે બાબત સમજાઈ રહી નથી. દેશમાં કોઇ કાયદા રહ્યા નથી. આનાથી સારી બાબત તો એ છે કે, દેશમાં રહેવું જોઇએ નહીં. આ પ્રકારની બાબતોથી દેશમાં ઘણી બધી બાબતોને લઇને દુવિધા ઉભી થઇ છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, એજીઆર કેસમાં સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી એક રૂપિયાની રકમ પણ જમા કરવામાં આવી નથી. ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેમાં ટોપ કોર્ટના આદેશને એજીઆરના મામલામાં સુધારો કરીને રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

              કોર્ટે પહેલાથી જ તેના અગાઉના ચુકાદામાં રિવ્યુની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વોડાફોન આઈડિયાને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે જ્યારે ભારતી એરટેલને ૩૫૫૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે જ્યારે એરટેલને પોતાના મોબાઇલ સર્વિસ બિઝનેસને વેચી દેનાર તાતા ટેલિસર્વિસને ૧૪૦૦૦ કરોડ ચુકવવાની જરૂર છે. એકમાત્ર રિલાયન્સ જીઓ દ્વારા ૬૦ કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવી હતી. આ રકમ અન્યો કરતા ખુબ ઓછી છે કારણ કે, કંપનીએ ૨૦૧૬માં તેના ઓપરેશનની શરૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી માર્ચ સુધી એજીઆર ચુકવી દેવા માટે ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ આદેશ કર્યો છે. સાથે સાથે તિરસ્કાર કાર્યવાહી કરવાની ધમકી આપી છે. સુપ્રીમે કહ્યું છે કે, કંપનીઓ અને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તિરસ્કારની કાર્યવાહી માટે પાત્ર રહેશે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ સહિત કંપનીઓને ૯૨૦ અબજ રૂપિયાથી વધુની રકમ ચુકવવાની જરૂર દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આજે લાલઆંખ કરી હતી. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટ ઉપર ૯૦ ટકા હિસ્સો ધરાવે છે.

(7:54 pm IST)